(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ સુરત મહાનગરપાલિકા શાખાના પ્રમુખ કનૈયાલાલ ણીલાલ સોલંકી ૫૩ વર્ષની ઉંમર ટૂંકી માંદગી બાદ દુ:ખદ અવસાન થયેલ છે. કનૈયાલાલ મણીલાલ સોલંકી સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ખટોદરા વોર્ડ ઓફિસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના સુરત મહાનગરપાલિકા શાખાના પ્રમુખ તરીકે ૨૦૦૪ થી સેવા આપી રહ્યા હતા. તેઓ ખૂબ સેવાભાવી નીડર, પ્રમાણિક અને ઈમાનદાર હતા. તેઓ તા.૨૨/૦૮/૨૦૨૬ ના રોજ બીમાર પડતાં યુનિક હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરવામાં આવેલા ત્યાંથી વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ટૂંકી માંદગી બાદ તા.૨૪/૦૮/૨૦૨૬ પવિત્રા બારસ તિથી ના રોજ અવસાન પામ્યા છે. સારવાર કરનારા ડોક્ટરો તેઓની ખરેખર શું માંદગી હતી તે જણાવી શકયા નથી. તેઓની અંતિમ યાત્રા તેમના ભટાર નિવાસ સ્થાનથી
નીકળી ઉમરા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ખાતે સંતશ્રી મહેશભાઈ શેઠ સંતશ્રી ૧૦૮ના મહંતકિશોર દાસ સંતશ્રી નાથુંદાસ, સંતશ્રી નગીનદાસ, સંતશ્રી કાંતિદાસ સાહેબ વિધિપૂર્વક અગ્નિદાહ આપ્યો હતો.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ ભાઇલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી.મેવાડા, મહામંત્રી સૈયદભાઈ શેખ, શહેરના સામાજિક કાર્યકર શશીકાંત સોલંકી, એડવોકેટ અશ્વિનભાઈ વૈષ્ણવ, એડવોકેટ જીતુભાઈ શાહ, એડવોકેટ અશોકભાઈ વૈષ્ણવ, એડવોકેટ મયંકભાઈ સોલંકી, હસમુખભાઈ સોલંકી, બાબુભાઈ સોલંકી,અશોકભાઈ સોલંકી, પ્રકાશભાઈ સુરતી, મોતીભાઈ સોલંકી, અતુલભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, મનીષભાઈ રજવાડી,વિશાલભાઈ મુન્શી,સુરજભાઈ પટેલ, દિપકભાઈ સોલંકી, વિનોદભાઈ સિરસાઠ,સુરેશભાઈ રાઠોડ,નગીનભાઈ સોલંકી, સુરેશભાઈ મુંબઈવાળા, સુભાષભાઈ સોલંકી,પ્રવીણભાઈ
સોલંકી,જેસિંગભાઈ, રાકેશ નટવરભાઈ સોલંકી,ચંદ્ર્કાંતભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકીઅમિતભાઈ ભગત , રાકેશભાઈ સોલંકી ભરુચ વાળા, અવિનાશભાઈ મુંબઈ, ભરુચ, વડોદરા, નવસારી, વલસાડ વિગેરે સંસ્થા કાર્યકરો, સગા સંબંધીઓ, ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા શ્રી કનૈયાલાલ સોલંકીના આત્માની શાંતિ માટે શોકાંજલિનો કાર્યક્રમ ન્યુઓપેરા હાઉસ, સુરત ખાતે તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના ૬:૦૦ કલાકે રાખવામા આવેલ છે.





