
ફિલ્મ રિલીઝ પહેલાં ‘વીવાન’ની ટીમે લોન્ચ કરી કોમિક બૂક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ વિવાનના પ્રમોશન માટે મેકર્સે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે, તહેવારોની રિલીઝને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે એક કોમિક લોંચ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટીયા, એકતા કપૂર, અરુણાભ કુમાર, દીપક મિશ્રા સહિત અનેક કલાકારો અને ક્રિએટર્સે શનિવારે મુંબઈ ખાતે યોજાયેલ કોમિક કોન ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેમની ફિલ્મ ‘વીવાન: ફોર્સ ઑફ ધ ફોરેસ્ટ’ના પ્રમોશનનું ખાસ સેશન યોજાયું હતું.સામાન્ય રીતે ફિલ્મો પરથી કોમિક બૂક બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ટીમ ‘વીવાન’એ એક અનોખો રસ્તો અપનાવ્યો. ફિલ્મની દુનિયા અને તેના પાત્રોને વિકસાવ્યા બાદ ફિલ્મ રિલીઝ પહેલાં જ ‘ધ લેજન્ડ ઑફ વ્વાન’ નામની કોમિક બૂક લોન્ચ કરવામાં આવી છે. આ કોમિકનું વિમોચન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ લગભગ એક કલાક મોડો શરૂ થયો હોવા છતાં, ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની એક ઝલક જાેવા માટે આતુરતાથી રાહ જાેતાં રહ્યાં હતાં. સ્ટેજ પર બંને કલાકારો આવ્યા ત્યારે જાેરદાર ચીયર્સ અને તાળીઓથી તેમનું સ્વાગત થયું હતું, જેમાં ખાસ કરીને તમન્ના માટે સૌથી વધુ ઉત્સાહ જાેવા મળ્યો.એકતા આર કપૂરે ફિલ્મ વિશે વધુ રસ જગાવતા કહ્યું, “ફિલ્મમાં ઘણા ઈસ્ટર એગ્સ છે. આ કોઈ લોકકથા નથી. આ ઘણી નવી કન્સ્પિરસી થિયરીઝને જન્મ આપશે. આ એક સંપૂર્ણ નવી દુનિયાની શરૂઆત છે. મને ખાતરી છે કે ફિલ્મ પછી ફેન ફિક્શનનું પૂર આવશે.”કાર્યક્રમમાં કોમિક બુકના ક્રિએટર્સ આલોક શર્મા અને સૌમિન પટેલ પણ હાજર રહ્યા હતા. ‘વીવાન: ફોર્સ ઑફ ધ ફોરેસ્ટ’ ૨૮ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.





