
સીબીઆઈની મોટી કાર્યવાહી.NEET-UG પેપર લીકનો માસ્ટરમાઈન્ડ પુણેથી ઝડપાયો.કુલકર્ણી કોલેજમાંથી સેવાનિવૃત થયા હતા અને નીટ માટે રસાયણ વિજ્ઞાન વિષયના પેપર તૈયાર કરનારી સમિતિમાં સામેલ હતા.CBIએ નીટ-યૂજી પેપર લીક મામલામાં શુક્રવારે મહારાષ્ટ્રના લાતૂર શહેરની સ્થાનિક કોલેજમાં રસાયણ વિજ્ઞાન ભણાવનારા રિટાયર પ્રોફેસર પી.વી. કુલકર્ણીની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે કુલકર્ણી ચાર વર્ષ પહેલા એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી સેવાનિવૃત થયા હતા અને નીટ માટે રસાયણ વિજ્ઞાન વિષયના પેપર તૈયાર કરનારી સમિતિમાં સામેલ હતા. સીબીઆઈની એક ટીમે ગત ૧૩ મેના રોજ તપાસ અર્થે લાતૂર પહોંચી હતી.
એપ્રિલ ૨૦૨૬ના અંતિમ અઠવાડિયા દરમિયાન, તેમણે એક અન્ય આરોપી, મનીષા વાઘમારે (જેને સીબીઆઈએ ૧૪ મેના રોજ ધરપકડ કરી હતી)ની મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને પુણે સ્થિત પોતાના ઘર પર આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસ કરાવ્યા. આ વિશેષ કોચિંગ ક્લાસ દરમિયાન તેમને પ્રશ્ન, તેના વિકલ્પ અને યોગ્ય ઉત્તર બોલીને લખાવ્યા. છાત્રોએ આ પ્રશ્નોને પોતાની નોટબુકમાં હાથેથી લખી લીધા હતા અને પ્રશ્ન ૩ મેના રોજ આયોજિત NEET-UG 2026 પરીક્ષાના વાસ્તવિક પ્રશ્ન પત્રથી એકદમ મળતું આવતું હતું. ઊંડાણપૂર્વક તપાસ બાદ પી.વી. કુલકર્ણીને પુણેમાંથી ધરપકડ કરી લીધી છે. તે મૂળ લાતૂરનો રહેવાસી છે.
પોલીસે લાતૂરમાં કોચિંગ સંસ્થાના કર્મચારી, છાત્રો અને કાઉન્સિલર સહિત છ લોકો સાથે પૂછપરછ કરી છે. આ ઉપરાંત, તેમણે બે કોચિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તસવીરો પણ જપ્ત કરી લીધી છે. લાતૂરમાં કુલકર્ણીની ધરપકડ પહેલા, સીબીઆઈએ મહારાષ્ટ્રના વિવિધ ભાગમાં ત્રણ વ્યક્તિને નાસિકથી શુભમ ખૈરનાર (૩૦), પુણેથી બ્યૂટીશિયન મનીષા વાઘમારે અને અહિલ્યાનગરથી રાહુરીથી ધનંજય લોખંડેની ધરપકડ કરી લીધી હતી.
મેડિકલ કોલેજમાં સ્નાતક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે ત્રણ મેના રોજ નીટ-યૂજી ૨૦૨૬ આયોજિત કરી હતી, પણ પ્રશ્નપત્ર લીકના આરોપ બાદ પરીક્ષા ૧૨ મેના રોજ રદ કરી દેવામાં આવી. સરકારે સીબીઆઈને આખા મામલાની તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સીબીઆઈએ દેશભરમાં કેટલીય જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા અને કેટલાય વાંધાજનક દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ગેજેટ અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે. જપ્ત કરેલી વસ્તુઓનો વિસ્તૃત ફોરેન્સિક અને ટેકનિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.





