
કાર ખરીદવા ૩ મહિનાનું વેઇટિંગ EV વાહનોની ડિમાન્ડમાં ૫૦%નો તોતિંગ ઉછાળો હાલમાં જાે કોઈ ગ્રાહક EV કાર બુક કરાવે છે, તો મોડેલના આધારે ૧ થી ૩ મહિના સુધીનું લાંબુ વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યું છે અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે લોકોમાં અભૂતપૂર્વ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને વાહનોના રોજના વધતા જતા મેન્ટેનન્સ ખર્ચથી કંટાળીને હવે અમદાવાદીઓ ઝડપથી ઈકો-ફ્રેન્ડલી અને ખિસ્સાને પરવડે તેવા EV ઓપ્શન તરફ વળી રહ્યા છે. તાજેતરના માર્કેટ સર્વે મુજબ, શહેરમાં EV વાહનોની ડિમાન્ડમાં સીધો ૫૦ ટકાનો જંગી વધારો નોંધાયો છે, જેમાં ઇલેક્ટ્રિક કાર અને ટુ-વ્હીલર (સ્કૂટર-બાઇક) બંનેનો સમાવેશ થાય છે.
શહેરના વિવિધ ઓટોમોબાઈલ શોરૂમ્સના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોની પૂછપરછમાં ભારે ઉછાળો આવ્યો છે. માત્ર ઈન્કવાયરીની વાત કરીએ તો, દરરોજ ૨૦૦થી વધુ ગ્રાહકો EV વાહનોની માહિતી મેળવવા અને ટેસ્ટ ડ્રાઈવ માટે શોરૂમની મુલાકાત લઈ રહ્યા છે.ડિમાન્ડ એટલી હદે વધી ગઈ છે કે સપ્લાય ચેઈન પર તેની સીધી અસર જાેવા મળી રહી છે. હાલમાં જાે કોઈ ગ્રાહક EV કાર બુક કરાવે છે, તો મોડેલના આધારે ૧ થી ૩ મહિના સુધીનું લાંબુ વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યું છે. જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ગ્રાહકોએ વાહન મેળવવા માટે દિવસથી લઈને ૧ મહિના સુધીની રાહ જાેવી પડી રહી છે.નિષ્ણાતોના મતે, સરકાર દ્વારા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલો વધારો અને સબસિડીની નીતિઓને કારણે પણ લોકોનો ભરોસો EV પર વધ્યો છે. મધ્યમ વર્ગ હવે લાંબા ગાળાના આર્થિક ફાયદાને જાેઈને પરંપરાગત ઈંધણ વાહનોના બદલે ઈલેક્ટ્રિક સ્કૂટરને વધુ પસંદ કરી રહ્યો છે. આગામી તહેવારોની સિઝનમાં આ ડિમાન્ડ હજુ પણ નવો રેકોર્ડ સર્જે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ઓટોમોબાઈલ કંપનીઓ પણ પોતાના પ્રોડક્શન અને ડિલિવરી નેટવર્કને વધુ ઝડપી બનાવવા માટે કવાયત હાથ ધરી રહી છે.





