
ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે.કોરોના બાદ ફાટી નીકળ્યો જીવલેણ વાયરસ, ભારત સહિત અન્ય દેશો એલર્ટ!.અમેરિકાએ યુગાન્ડા, DRC અને સાઉથ સુદાનથી આવેલા બિન-અમેરિકી મુસાફરોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો.કોરોના મહામારી બાદ દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હવે ફરી એકવાર આફ્રિકાથી નવો સ્વાસ્થ્ય પડકાર સામે આવ્યો છે. ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. મુખ્યત્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC), યુગાન્ડા અને સાઉથ સુદાન પ્રભાવિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ૧૭ મે ૨૦૨૬ના રોજ આને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કરી દીધું છે. ડ્ઢઇઝ્રના ઇતુરી પ્રાંતમાં મે ૨૦૨૬ની શરૂઆતમાં બીમારી તરીકે શરૂ થયેલો આ પ્રકોપ હવે બુન્દિબુગ્યો વાયરસ (Ebola Bundibugyo strain) તરીકે ઓળખાયો છે. ૧૬ મે સુધીમાં DRC માં ૨૪૬ શંકાસ્પદ કેસ અને ૮૦ મોતો રિપોર્ટ થઈ છે. ૮ કન્ફર્મ કેસ સામે આવ્યા છે. યુગાન્ડામાં પણ DRC થી આવેલા મુસાફરોમાં કન્ફર્મ કેસ નોંધાયા છે. કુલ મળીને સેંકડો શંકાસ્પદ કેસ અને ૧૩૦થી વધુ મોતોની આશંકા છે.
અમેરિકાએ ૧૮ મે ૨૦૨૬ના રોજ કડક પગલાં લીધાં હતા, DC અને DHS એ ૩૦ દિવસ માટે યુગાન્ડા, DRC અને સાઉથ સુદાનથી આવેલા બિન-અમેરિકી મુસાફરોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે લોકોએ છેલ્લા ૨૧ દિવસમાં આ દેશોની મુલાકાત લીધી છે, તેમને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. શિકાગોના ઓહાયર ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત અગ્રણી એરપોર્ટ્સ (વોશિંગ્ટન ડલેસ, ન્યૂયોર્ક JFK, અટલાન્ટા, લોસ એન્જલસ) પર પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોનું વિશેષ હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ, લક્ષણોની તપાસ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારતના દિલ્હી એરપોર્ટ સહિતના અગ્રણી એરપોર્ટ્સ પર આફ્રિકાના દેશોમાંથી આવતા મુસાફરો માટે હેલ્થ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુસાફરોને ૨૧ દિવસ સુધી લક્ષણો (તાવ, ઉલ્ટી, ઝાડા, શરીરનો દુખાવો, રક્તસ્ત્રાવ વગેરે) પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ઇબોલા સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી (લોહી, લાળ, પરસેવો, ઉલ્ટી)ના સંપર્કમાં આવવાથી ફેલાય છે. લક્ષણો ૨થી ૨૧ દિવસમાં દેખાય છે. શરૂઆતના લક્ષણોમાં તેજ તાવ, થાક, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળું ખરાબ થવું શામેલ છે. બાદમાં ઉલ્ટી, ઝાડા, આંતરિક રક્તસ્ત્રાવ થઈ શકે છે. આ સ્ટ્રેનમાં મૃત્યુ દર ઘણો ઊંચો છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. WHOએ કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેશન અને રસીકરણ પર ભાર મૂક્યો છે. જાેકે આ સ્ટ્રેન માટે સ્પેસિફિક વેક્સિન મર્યાદિત છે. સંગઠન ટ્રાવેલ બેનનો વિરોધ કરી રહ્યું છે અને વૈજ્ઞાનિક સહયોગ પર ભાર મૂકી રહ્યું છે.





