
હાઈકોર્ટનો ચુકાદો ગાયની કુરબાની ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી જાહેરસ્થળો પર પશુવધ પર પ્રતિબંધ મૂકતા બંગાળ સરકારના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર
બકરી ઇદ પહેલા જાહેર સ્થળો પર પશુવધ પર પશ્ચિમ બંગાળ સરકારના પ્રતિબંધ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં કલકત્તા હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મમાં ગાયનું બલિદાન આવશ્યક અને ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. કોઈપણ ખુલ્લા જાહેર સ્થળે ગાય અને ભેંસ સહિતના પ્રાણીઓની કતલ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.ન્યાયમૂર્તિ સુજાેય પોલ અને ન્યાયમૂર્તિ પાર્થ સારથી સેન બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ગાય અને ભેંસોની કતલ પર કડક પ્રતિબંધ છે. ગાયની કુરબાની કોઈ ધાર્મિક ઉત્સવનો ભાગ નથીકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે ગાય અને ભેંસ સહિત કોઈપણ પશુનો જાહેર સ્થળે વધ કરવો સખત પ્રતિબંધિત છે. વધુમાં ગાયની કુરબાની ઈદ-ઉઝ-ઝોહા તહેવારનો હિસ્સો નથી અને ઇસ્લામ ધર્મમાં ધાર્મિક આવશ્યકતા પણ નથી. હાઇકોર્ટે આ મામલે મોહમ્મદ હનીફ કુરેશી વિરુદ્ધ બિહાર રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો. મમતા બેનર્જીની પાર્ટી ના સાંસદ મહુઆ મોઇત્રા સહિત અરજદારોએ પશુઓની કતલને નિયંત્રિત કરતાં બંગાળ સરકારના તાજેતરના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર્યું હતું. હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. રાજ્યમાં નવી ચૂંટાયેલી સુવેંદુ અધિકારી સરકારે ૧૩ મેએ એક નોટિફિકેશન જારી કરીને સત્તાવાળાઓ પાસેથી ‘ફિટ સર્ટિફિકેટ’ વગર પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે તેના આદેશનું પાલન ન થવાના કિસ્સામાં કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર સ્થળોએ પશુવધ પ્રતિબંધિત રહેશે. આ આદેશ બાદ પશ્ચિમ બંગાળ એનિમલ સ્લોટર કંટ્રોલ એક્ટ, ૧૯૫૦ના પાલન અને માર્ગદર્શિકાઓને પડકારતી અનેક અરજીઓ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.





