
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં ઝોન-૩ માં આવેલા પાંચ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ૧૯ લાખ થી વધુ ની કિંમતના દારૂ અને બિઅરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કતારગામ પોલીસ સ્ટેશન, મહિધરપુરા પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન અને સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂના જથ્થાને પોલીસ અને નશાબંધી વિભાગના અધિકારીઓની બનેલી કમિટીની હાજરીમાં ૨૦ મે એ ડભોલી અક્ષરવાડી ફાર્મ ની બાજુમાં ડભોલી બ્રિજ નીચે સિંગણપોર ખાતે રોડરોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થામાં દારૂની નાની મોટી ૨૯૧ બોટલો, બિઅરના ૨૬૫ ટિન મળીને કુલ ૧૯૭૯૨૯૮/- રૂપિયાના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો. આ છે ગાંધી ના ગુજરાતમાં થતો દારૂબંધીનો અમલ.





