
વરસાદની આગાહીને પગલે ફેરફાર સુરતમાં વડાપ્રધાન નરેનદ્ર મોદીનું સભા સ્થળ બદલાયું ૫ જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. દમણ બાદ તેઓ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે હજુ ચોમાસું આવ્યું નથી, પરંતું ગુજરાતમાં વરસાદની આગાહી આવી ગઈ છે. ૫ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવવાના છે. પરંતું તે પહેલા જ વરસાદનું આગમન થયું છે. જાેકે, વરસાદની આગાહીને પગલે વડાપ્રધાનની સભાનું સ્થળ બદલવામાં આવ્યું છે. ઓપન સ્થળને બદલે હવે ઈન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે.
સમગ્ર સુરત શહેરમા હળવા પવન સાથે વરસાદ આવતા માહોલ બદલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો છે. ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ, લિંબાયત વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ આવ્યો હતો. જાેકે, હવામાન વિભાગે હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આ કારણે વરસાદની આગાહીને પગલે ઁસ્ની સુરત સભાનું વેસુનું સ્થળ બદલાયું છે.
પીએમ નરેન્દ્ર મોદી ૫ જૂને સુરતની મુલાકાતે આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી દમણ ખાતે નિર્માણ પામેલા એરપોર્ટ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ દિવસે તેઓ સુરતની પણ મુલાકાત લેશે. તેમની સભા માટે સુરતમાં ચાર અલગ-અલગ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વેસુ વીઆઇપી રોડ-૨ પર સ્થળ પસંદ કરીને ડોમ બનાવવાની તૈયારી પણ કરાઈ હતી. પરંતુ વરસાદની આગાહીને પગલે આ સ્થળ રદ કરાયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ સભા સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઁસ્ મોદીનો કાર્યક્રમ ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે.
પીએમ નરેન્દ્ર મોદી આગામી ૫મી જુનના રોજ સુરતની મુલાકાત લેવાની છે. સુરત શહેરમાં તેમની જાહેર સભાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દમણ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થતાં તેના ઉદ્ઘાટન માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ સાથે સુરતની મુલાકાતને પણ જાેડવામાં આવી હોવાનું માનવામાં આવે છે.





