
રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફેલાયો IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ની ફાઇનલ મેચ બાદ રવિવારે મોડી રાત્રે ગુજરાત ટાઇટન્સ ની ટીમ સાથે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ છે. ફાઇનલ મુકાબલામાં પરાજય બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સજાર્ી હતી. જાેતજાેતામાં બસની અંદર મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો. જાે કે, સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટે ત્વરિત પગલાં ભરીને તમામ ખેલાડીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.અહેવાલો અનુસાર, રવિવારે (૩૧મી મે) ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમને બસમાં હોટેલ જવા રવાના થઈ હતી. બસ જ્યારે રસ્તા વચ્ચે પહોંચી ત્યારે અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં એન્જિન અને કેબિનના ભાગમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ ડ્રાઇવરે બસ રોડ કિનારે ઊભી રાખી દીધી હતી અને સુરક્ષા સ્ટાફે તાત્કાલિક તમામ ક્રિકેટરો અને મેડિકલ-કોચિંગ સ્ટાફને બસમાંથી બહાર ઉતારી લીધા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈ પણ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને સહેજ પણ ઈજા પહોંચી નથી. ઘટનાના પગલે આખી ટીમે થોડા સમય માટે રસ્તાના કિનારે જ ઊભા રહીને રાહ જાેવી પડી હતી, જે બાદ મેનેજમેન્ટે તાત્કાલિક બીજી વૈકલ્પિક બસ મંગાવીને ટીમને સુરક્ષિત હોટેલ પહોંચાડી હતી.ગુજરાત ટાઇટન્સ માટે રવિવારનો આખો દિવસ જ ભારે નિરાશાજનક સાબિત થયો હતો. એક તરફ રસાકસી ભરેલી આઇપીએલ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાતનો ૫ વિકેટે પરાજય થયો હતો. આ હારના કારણે ગુજરાત ટાઇટન્સનું બીજી વખત આઇપીએલ ટ્રોફી જીતવાનું સપનું રોળાયું હતું અને ખેલાડીઓ પહેલેથી જ ભારે આઘાતમાં હતા.આઇપીએલની બે મહિના લાંબી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચેલી ગુજરાતની ટીમ માટે ગઈકાલની રાત કઠિન સાબિત થઈ હતી. મેદાન પર ટાઇટલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યા બાદ રસ્તા પર ટીમ બસમાં સર્જાયેલી આ આકસ્મિક આફતે ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો કર્યાે હતો. જાેકે, ફાઇનલની હારની નિરાશા વચ્ચે સૌથી આશ્વાસન આપનારી અને રાહતની વાત એ રહી કે બસ દુર્ઘટનામાં તમામ દેશી-વિદેશી સ્ટાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે.





