
બોબી દેઓલે પોતાની કૅરિઅરની સૌથી મોટી નિ:રાશા વિશે વાત કરી ‘જબ વી મેટ’ ગુમાવીને હું વધુ સારો વ્યક્તિ અને કલાકાર બન્યો બોબી દેઓલ તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી બોબી દેઓલે પોતાની કૅરિઅરના સૌથી કપરા સમયમાં ઇમ્તિઆઝ અલીની જબ વી મેટ ફિલ્મ ગુમાવી દીધી હતી અને તે એની કૅરિઅરની સૌથી મૌટી નિ:રાશા હતી. બોબી દેઓલે તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની સફરના આ તબક્કે તેનું મન તુટી ગયું હતું તેમ છતાં આ ઘટનાએ તેને એક સારો વ્યક્તિ બનાવ્યો અને સારો કલાકાર બનવામાં પણ મદદ કરી.બોબી દેઓલ તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી. બોબીએ સ્વીકાર્યું કે તેણે એ ફિલ્મ છોડી દેવી પડી અને ફિલ્મ ખુબ સફળ થઈ, તેનાં કારણે તેને બહુ જ દુ:ખ થયું હતું. બોબીએ કહ્યું, “હવે એ વાત પુરી થઈ ગઈ છે. હવે તો અમે મિત્રો છીએ. એ વખતે મને દુ:ખ લાગ્યું હતું કારણ કે કૅરિઅરનાં એ તબક્કે મને એવી કોઈ ફિલ્મની ખાસ જરૂર હતી.”બોબી દેઓલે ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની પ્રતિભા પર પોતાના શરૂઆતના વિશ્વાસને પણ યાદ કર્યાે. “જ્યારે ઇમ્તિયાઝ સોચા ના થા બનાવી રહ્યા હતા, ત્યારથી જ મને તેમના પર ઘણો વિશ્વાસ હતો. જ્યારે મેં ફિલ્મનો રફ કટ જાેયો, ત્યારે હું તેમના કામથી ઘણો પ્રભાવિત અને ઉત્સાહિત થઈ ગયો હતો. મને લાગ્યું કે તેઓ ખૂબ જ સારા દિગ્દર્શક છે; મારે તેમની સાથે કામ કરવું જાેઈએ.” બોબીએ સમજાવ્યું કે બંનેએ શરૂઆતમાં સાથે ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું, “એ સમયે અમે પહેલી વાર નક્કી કર્યું હતું કે અમે સાથે ફિલ્મ બનાવશું. પરંતુ જ્યારે તમારી માર્કેટ પોઝિશન સારી ન હોય, ત્યારે કોઈ તમારો સાથ આપતું નથી. ફિલ્મ શરૂ કરવા માટે પ્રયત્ન કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. જે પ્રોડક્શન હાઉસ પાસે મેં આ પ્રોજેક્ટ રજૂ કર્યાે હતો, તેમણે કહ્યું કે ઇમ્તિયાઝ બહુ મોંઘા દિગ્દર્શક છે. પરંતુ એ જ પ્રોડક્શન હાઉસે પછી ઇમ્તિયાઝ સાથે અને એ જ હિરોઈન સાથે ફિલ્મ બનાવી, જેને મેં આ પ્રોજેક્ટમાં હું લાવ્યો હતો.” નિરાશા છતાં, બોબીએ કહ્યું કે તેમણે મનમાં કોઈ કડવાશ રાખી નથી. તેના બદલે, તેમણે આ અનુભવને પોતાને વધુ સારા બનાવવાની પ્રેરણા તરીકે ઉપયોગ કર્યાે. બોબીએ કહ્યું, “આવી ઘટનાઓ બનતી જ હોય છે. એવું ક્યારેય નથી થતું કે કોઈ વ્યક્તિ સાથે માત્ર સારી જ વસ્તુઓ થાય. જ્યારે મેં મારી જાત પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં નક્કી કર્યું કે જે દુ:ખ અને ગુસ્સામાંથી હું પસાર થયો છું, તેને મારી શક્તિ બનાવવી જાેઈએ. કારણ કે તમે સતત રડતા તો ન રહી શકો. આ ઘટનાએ મને વધુ સારો માણસ અને વધુ સારો અભિનેતા બનાવ્યો છે. મેં તેમાંથી માત્ર શીખ્યું છે. મને કોઈ સામે કોઈ ફરિયાદ નથી.”





