
ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! ફાઈટર જેટની સાથે તેની ટેકનોલોજી આપવા માટે તૈયાર છે રશિયા રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ જીે-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે
ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજાે ખોલી દીધો છે.
ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ ૫ંર-ગ્રેડનું સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ ચીન પાસેથી અત્યંત આધુનિક શેનયાંગ J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાનું હોવાની આશંકાઓ છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે, પરંતુ તે વર્ષ ૨૦૩૦ના દાયકાની મધ્યમાં સેનામાં સામેલ થાય તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં વાયુસેના આ ગેપને પૂરવા માટે ફાઇટર જેટની શોધમાં છે.
પુતિને કહ્યું કે, અમે ભારતને આ એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે એવી કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે.
વ્લાદિમિર પુતિને જણાવ્યું કે રશિયાએ વર્ષ ૨૦૧૮ની આસપાસ પણ ભારતને Su-57 જેટ સંયુક્ત રીતે બનાવવાની ઓફર આપી હતી, જેને તે સમયે ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ (FGFA) પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ભારતે તે સમયે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. પુતિને કહ્યું કે, એક સમયે, અમે અમારા ભારતીય મિત્રોને આ ટેક્નોલોજી પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારે અમારા ભારતીય મિત્રોએ કહ્યું હતું કે, તમે તમારી જાતે આગળ વધો, અને પછી અમે જાેઈશું, કદાચ અમે પછી જાેડાઈશું. આ એરક્રાફ્ટ આપણો સંયુક્ત પ્રોજેક્ટ હોઈ શકે તેમ હતું. અમે તેને સ્વતંત્ર રીતે બનાવ્યું છે, પણ અમે આ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ.





