
ફેડરલ જજે ૩૯ દેશોને અસર કરતી ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિ રદ કરી ભારતે વર્ષાે સુધી US પર ઊંચા ટેરિફ નાંખી લાભ લીધો છે, હવે સ્થિતિ બદલાઇ છે: ટ્રમ્પ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર કરાર પણ થઈ શકે છે કેમ કે મને નરેન્દ્ર મોદી પસંદ છે: અમેરિકન પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના વેપાર અંગે કહ્યું કે વર્ષાે સુધી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લાદ્યા હતા અને તેનો લાભ લીધો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત સાથેના વેપારમાંથી સારી આવક મેળવી રહ્યું છે.ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર કરાર પણ થઈ શકે છે, કારણ કે તેમને નરેન્દ્ર મોદી ખૂબ પસંદ છે. મોદી મારા ખૂબ સારા મિત્ર છે. અમારા સંબંધો સારા છે અને અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની એક ટીમે તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત સરકારના અધિકારીઓ સાથે અનેક તબક્કાની ચર્ચાઓ કરી છે. બંને દેશો એક અસ્થાયી વેપાર કરાર પર સહમતિ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જેથી વેપાર સંબંધિત કેટલાક મુદ્દાઓનો વહેલો ઉકેલ લાવી શકાય. ભારતના વાણિજ્ય મંત્રાલય મુજબ, બંને દેશો એવો કરાર કરવા માંગે છે જેનાથી ભારત અને અમેરિકા બંનેને લાભ થાય. એટલે કે, બંને પક્ષો વેપાર કરારને આગળ વધારવા માટે હજુ પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. વેપારી કરારો અંગેની ચર્ચાઓ વચ્ચે એક નવી મુશ્કેલી પણ ઉભી થઈ છે. અમેરિકાએ કેટલાક દેશો પર વધારાની ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો બળજબરીપૂર્વકની મજૂરી સંબંધિત મુદ્દાઓને રોકવા માટે પૂરતા પગલાં લઈ રહ્યા નથી. અમેરિકા જે ૫૬ દેશો ઉપર વધારાનો ટેરિફ નાંખવા વિચારી રહ્યું છે તેની યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે. જાે આ ર્નિણય અમલમાં આવશે, તો અમેરિકા જતાં ભારતીય માલ પર ૧૨.૫% વધારાનો ટેક્સ લાગી શકે છે. તેના કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારમાં વધુ મોંઘા બની શકે છે અને નિકાસકારો પર તેની અસર પડી શકે છે.નેશનલ ગાર્ડના બે સભ્યો પર થયેલાં ગોળીબાર બાદ અમલમાં આવેલી ટ્રમ્પ વહીવટીતંત્રની એક નીતિને ફેડરલ જજે રદ કરી દીધી છે. આ નીતિને કારણે ૩૯ દેશોના ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં પ્રવેશવું અને રહેવું મુશ્કેલ બની ગયું હતું. યુએસ ડિસ્ટ્રિક્ટ ચીફ જજ જાેન મેકકોનેલ જુનિયરે ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિએ “યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા અસંખ્ય ઇમિગ્રન્ટ્સના જીવનને અનિશ્ચિત કાનૂની અદ્ધરતાલમાં ધકેલી દીધું છે.” તેમણે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ પર કાયદાની અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું, “પોતાની નવીનતમ ઇમિગ્રેશન નીતિઓ લાગુ કરવામાં, વૈધાનિક અને નિયમનકારી અધિકારોનો દાવો કરે છે જે તેની પાસે છે જ નહીં, તે જરૂરી તર્કબદ્ધ સ્પષ્ટતાઓ આપ્યા વિના જ ર્નિણયો લે છેે.”





