
નેતન્યાહૂને રોકનારા ટ્રમ્પ પોતે જ આપો ગુમાવી બેઠા અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યાે મોટો હુમલો અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે અમેરિકાના અત્યંત આધુનિક અપાચે એટેક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકાએ આ અત્યંત કડક પગલું ભર્યું છે. અમેરિકન સેનાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય મથકો પર એકસાથે તબડતોડ હુમલા શરૂ કરી દીધા છે.વાસ્તવમાં, અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલો આ પ્રચંડ હુમલો તેમના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાનો સીધો બદલો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન સેનાના અપાચે હેલિકોપ્ટર પર હુમલો કરી તેને પાડી દેવામાં આવ્યું હતું, જેની પાછળ અમેરિકાએ ઈરાન અથવા તેની સમર્થિત તાકાતોનો હાથ હોવાનો દાવો કર્યાે છે. જાે કે, તેહરાન આ આરોપોનો ઈનકાર કરી રહ્યું છે. આ ઘટનાથી લાલચોળ થયેલા પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકન સૈનિકો અને સૈન્ય ઉપકરણો પરના હુમલા કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પના આદેશ પર વૉશિંગ્ટન સમય મુજબ મંગળવારે સાંજે ૫ વાગ્યે આ જવાબી હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો અને મુખ્ય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અમેરિકાએ અબ્બાસ સહિત ઈરાનના ૩ મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે ઈરાનના સૈન્ય વિસ્તારો ધડાકાઓથી ગુંજી ઉઠ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન સામે નવું યુદ્ધ ન છેડવા માટે સખત ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જાે ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો તેણે એકલા હાથે જંગ લડવો પડશે. પરંતુ પોતાના જ સૈન્ય હેલિકોપ્ટર પર હુમલો થતાં ટ્રમ્પ પોતે ધીરજ ગુમાવી બેઠા અને સીઝફાયરની વચ્ચે જ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરી દીધો.અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ તરફ ઈરાને પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની કસમ ખાધી છે અને કેટલીક મિસાઈલો દાગીને પલટવાર પણ કર્યાે છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગાેમાં સામેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર જંગનું મેદાન બનતા વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા વધી ગઈ છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારો અને સુરક્ષા પર પડી શકે છે.





