
ભારત-પાકિસ્તાનની મેચમાં ૨૦૨૫ જેવી ઘટના ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાક. કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી આઈસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર ફરી એકવાર નો હેન્ડશેક પોલિસી જાેવા મળી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે હેન્ડશેક ન કરવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં વર્ષ ૨૦૨૫માં કોલંબો ખાતે રમાયેલા મહિલા ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન પણ ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચમાં આ જ પ્રકારનું વલણ અપનાવ્યું હતું. ખેલાડીઓ વચ્ચે મેદાન પર અંતર જાળવવાનો આ સિલસિલો સતત બીજી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ યથાવત રહ્યો છે.
આ વિવાદની વાસ્તવિક શરૂઆત પુરુષ એશિયા કપ ૨૦૨૫ દરમિયાન થઈ હતી. તે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત આમને-સામને આવ્યા હતા અને ભારતીય ખેલાડીઓએ મેચ પહેલાં કે મેચ પૂરી થયા પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક કરવાનું ટાળ્યું હતું. આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ભારતીય ટીમે એશિયા કપ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ હાઈવોલ્ટેજ મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને આ હેન્ડશેક વિવાદ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. હરમનપ્રીતે કહ્યું હતું કે, ‘અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. તમે આ સવાલ કેમ પૂછી રહ્યા છો?’ ભારતીય કેપ્ટનના આ મક્કમ જવાબને સોશિયલ મીડિયા પર ખૂબ જ સરાહવામાં આવ્યો હતો અને તેને ટીમનું માત્ર રમત પર જ ફોકસ હોવાનો સંકેત માનવામાં આવ્યો હતો.





