
ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં તેઓએ લગ્ન કર્યા હતા.રશ્મિકાએ વિજય સાથેના લગ્નને સૌથી વધુ આનંદની બાબત ગણાવી.રશ્મિકાના ક્રિતિ સેનન સાથેનાં સંબંધો અંગે પૂછાતાં તેણે જણાવ્યું હતું કે, મને ક્રિત્સુ સાથે બહુ જ મજા પડી છે.રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફૅન્સ સાથે ‘આસ્ક મી એનીથિંગ’ અંતર્ગત વાતો કરી હતી અને તેમનાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમાં તેણે પોતાની ફિલ્મો અને વિજય દેવરકોંડા સાથેના લગ્ન બાબતે ખુલીને જવાબ આપ્યા હતા. સાથે જ તેણે વિજયને પોતાનો બેસ્ટ ળેન્ડ ગણાવ્યો હતો. રશ્મિકા અને વિજયે ઓક્ટોબરમાં અંગત વ્યક્તિઓની હાજરીમાં સગાઈ કરી લીધી હતી. પછી તેમણે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ પહેલાં પણ તેઓ લાંબા સમયથી એકબીજાનાં પરિચયમાં હતા. એક ફૅને તેને સોશિયલ મીડિયા પર એક શબ્દમાં પોતાનાં જીવનના મુકવા જણાવ્યું ત્યારે તેણે કહેલું,“એક શબ્દમાં નહીં, પણ હું કહીશ કે સપનું સાકાર થયું.”તો પોતાનાં જીવનનાં સૌથી વધુ આનંદદાયક કામ વિશે પૂછાતાં રશ્મિકાએ કહ્યું, “મારા બેસ્ટ ળેન્ડ સાથે લગ્ન.” રશ્મિકાએ આ જવાબ વિગતે આપતાં લખ્યું હતું, “હું કહીશ કે એવા વ્યક્તિ સાથે રહો, જે તમારી અંદરના બાળકને જીવતું રાખે, ખુશ રહો અને તેમની અંદરનાં બાળકને પણ જીવંત રાખો. તમે બંને ખુશ રહો, તમે બધાં ખુશ રહેશો. ખુશ ખુશ.” જ્યારે કોકટેલનાં તેનાં પાત્ર દીયા વિશે પૂછાતાં રશ્મિકાએ કહ્યું હતું, “દીયા એક સાઉથ દિલ્હીની છોકરી છે…તેનો પરિવાર, મિત્રો અને બધાં જ તેને પ્રેમ કરે છે..એ એક જિદ્દી છોકરી છે, જે ઇચ્છે છે કે તેણે ધાર્યું હોય એવું જ થાય અને તેથી તેને પ્રેમ કરતાં બધાં લોકો પણ એ ધ્યાન રાખે છે કે એને જે જાેઈએ એ મળી જાય. એ રશ્મિકા કરતાં ઘણી અલગ છે.” રશ્મિકાના ક્રિતિ સેનન સાથેનાં સંબંધો અંગે પૂછાતાં તેણે જણાવ્યું હતું કે, “મને ક્રિત્સુ સાથે બહુ જ મજા પડી છે. કારણ કે, તમે જાણો છો કે ક્યારેક તમારે તમારી આસપાસ છોકરીઓનો માહોલ જાેઈએ છે અને અમે તરત જ એકબીજા સાથે ભળી ગયેલાં અને હું હંમેશા એની સાથે કામ કરવાની તક જાેતી રહીશ અને આશા છે કે અમને સાથે ઘણી ઘણી ફિલ્મ કરવા મળે.” જ્યારે શાહીદ વિશે તેણે જણાવ્યું કે એ જ્યારે તમારી સાથે હોય ત્યારે તમને બિલકુલ કંટાળો નહીં આવે. એ ધ્યાન રાખશે કે તમે ખુશ રહો. એની સાથે કામ કરવાની મજા જ આવશે. એની સાથે પણ મને ફરી કામ કરવાની ઇચ્છા છે.





