
ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે
અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે.
ઈરાનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે, જાે અમેરિકાએ યુદ્ધ ખતમ માટેનો કરાર કરવો હોય તો પહેલા લેબેનૉનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, ઈઝરાયલે દક્ષિણ લેબેનૉન પર કરેલો કબજાે અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.
અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનૉનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનૉનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેના યુદ્ધ કરીને લેબેનૉનના કેટલા વિસ્તારોમાં કબજાે જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવમાં નહીં આવે.’
તેમણે એમ પણ કહ્યું કે, જાે ઈઝરાયલ લેબેનૉન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનૉન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહ્યું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો ર્નિણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ ર્નિણય લેશે અને તેઓ લેબેનૉનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી રહેશે.





