
અમેરિકા-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાની કરી જાહેરાત કરારના ઉલ્લંઘન પર ઈરાનની આગામી ચેતવણી અમેરિકા ઈરાન વચ્ચેના શાંતિ કરારના થોડા જ દિવસો બાદ ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)થી જહાજાેની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળ તેમણે યુદ્ધ ખતમ કરવાવાળા કરાર (MOU)નું અમેરિકા દ્વારા ઉલ્લંઘન, દક્ષિણ લેબેનોનથી સેના ન હટાવવી અને ઇઝરાયલ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું કારણ જણાવ્યું છે.
ઈરાને આ ર્નિણયને પ્રથમ પગલું ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જાે ઉલ્લંઘન ચાલુ રહેશે, તો વધુ પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાને આ અઠવાડિયે એક કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર કરારના સમાચારોના થોડા જ કલાકો પછી શનિવારે દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકો પણ સામેલ છે.





