દર્શકોમાં કુતૂહલ વધ્યું ‘બિગ બોસ’ના ઘરમાં માહી વિજની લવ લાઈફને લઈને ચર્ચાઓએ પકડ્યું જાેર શો દરમિયાન કાઝી અને ઉદિતિ સિંહ સાથેની મસ્તીભરી વાતચીતમાં માહીએ પ્રેમ સંબંધો અંગે ન તો હા પાડી કે ન તો ના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ના વર્તમાન એપિસોડ્સમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેની હસી-મજાક અને ખાનગી જીવન સાથે જાેડાયેલી વાતો ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તાજેતરના ઘટનાક્રમમાં, શોની સ્પર્ધક માહી વિજની લવ લાઈફને લઈને એક રસપ્રદ ચર્ચા સામે આવી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને દર્શકો વચ્ચે તે નવા પ્રેમની તલાશમાં હોવાની અટકળો તેજ થઈ ગઈ છે. અગાઉ માહીએ પોતાના પૂર્વ પતિ વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેઓ નશાની હાલતમાં ફોન કરીને એવું કહે છે કે તેમના જેવી બીજી કોઈ વ્યક્તિ મળી શકે તેમ નથી. હવે શોની અંદર તેના તાજેતરના સંવાદોએ નવો જ રંગ જમાવ્યો છે. ‘બિગ બોસ ૨૦’ના એક તાજેતરના પ્રસારણમાં માહી વિજ, કાઝી તૌકીર અને ઉદિતિ સિંહ એકસાથે બેસીને અનૌપચારિક વાતચીત કરી રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન કાઝીએ અચાનક માહીને પ્રશ્ન કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ તેને પ્રપોઝ કરી શકે છે અર્થાત્ શું કોઈ તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકવાની અપેક્ષા રાખી શકે છે? આ સવાલના ઉત્તરમાં માહીએ ત્વરિત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દરેક વ્યક્તિ તેનો સરળતાથી સંપર્ક સાધી શકતી નથી અને તે સૌ કોઈ માટે ઉપલબ્ધ નથી. આ જવાબ સાંભળીને કાઝીએ મજાકના સૂરમાં તેને આ વિષય પર વધુ ખુલાસો કરવા માટે આગ્રહ કર્યો હતો, જેથી માહી થોડી ક્ષણો માટે વિચારમાં મુકાઈ ગઈ હતી. આ વાર્તાલાપ આગળ વધતા કાઝીએ હસતાં-હસતાં એવું અનુમાન લગાવ્યું હતું કે કદાચ માહીએ પોતાના માટે કોઈ યોગ્ય પાત્ર પસંદ કરી લીધું છે જે તેને આગામી સમયમાં પ્રપોઝ કરી શકે. જાેકે, માહીએ આ સવાલ પર મૌન જાળવતા ન તો કોઈ સમર્થન આપ્યું અને ન તો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ જ પળનો લાભ લઈને અન્ય સ્પર્ધક ઉદિતિ સિંહે પણ રમૂજી અંદાજમાં ટિપ્પણી કરી હતી કે એવું પણ બની શકે કે માહીની કોઈ ખાસ વ્યક્તિ હાલ આ સમગ્ર શોને ટીવી પર નિહાળી રહી હોય.
આ પ્રકારના સંકેતો બાદ આખી વાતચીત અત્યંત કુતૂહલસભર બની ગઈ હતી. જાેકે, માહીએ પોતાની અંગત જિંદગીના આ પહેલુ વિશે વધુ કોઈ ફોડ પાડવાનું ટાળ્યું હતું, પરંતુ તેના આ રહસ્યમય વ્યવહારે દર્શકો અને ચાહકોમાં નવી ચર્ચાઓને નિમંત્રણ આપ્યું છે




