
અમેરિકા-ઈરાન સંબંધોમાં રાહત ઈરાને હોર્મુઝ ખોલવાની શરતો સ્વીકારી, બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી છૂટ પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં નરમાઈના સંકેતો મળ્યા છે. સ્વિત્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. બદલામાં ઈરાને પણ અમેરિકાની બે મોટી શરતો સ્વીકારી લીધી છે.
ઈરાને કઈ શરતો માની?: ઈરાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આંતરરાષ્ટ્રીય જહાજાેની મુક્ત અને સુરક્ષિત અવરજવર શરૂ કરવા સંમત થયું છે. આ ઉપરાંત, તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષકોને પોતાના દેશમાં પરમાણુ મથકોની તપાસ કરવાની મંજૂરી આપશે.
અમેરિકાએ શું રાહત આપી?: અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન માટે ૬૦ દિવસનું જનરલ લાયસન્સ જાહેર કર્યું છે. આ લાયસન્સ હેઠળ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ઈરાન પોતાના કાચા તેલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સની ડિલિવરી અને વેચાણ કરી શકશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન તેલ વેપાર માટે બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ઈન્સ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટેશનની સેવાઓ પણ મળી રહેશે.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પર આ પ્રગતિની પુષ્ટિ કરી છે. જાે કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ,આ છૂટછાટ ઉત્તર કોરિયા કે, ક્યુબા સાથે જાેડાયેલા કોઈ વ્યવહારો પર લાગુ પડશે નહીં. બંને દેશો વચ્ચે કાયમી શાંતિ કરાર માટે કુલ ૧૪ મુદ્દાઓ પર વાટાઘાટો ચાલી રહી છે, જેમાંથી આ બે મુખ્ય શરતો પર સહમતી સધાઈ છે.





