
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના વ્હોટ્સએપનું નેતૃત્વ કુણાલ શાહને સોંપાશે : ગ્લોબલ હેડ બનશે આ પહેલા કુણાલે ૨૦૧૦માં ફ્રીચાર્જ શરૂ કરીને તેને ૨૦૧૫માં સ્નેપડીલને ૪૦૦ મિલિયનમાં વેચી હતી ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે એક મોટી ઘટના નોંધાઈ છે. સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાએ ભારતીય ફિનટેક કંપની ભઇઈઘમાં આશરે રૂ. ૮,૫૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભઇઈઘના ફાઉન્ડર કુણાલ શાહને મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપના નવા ગ્લોબલ હેડ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ર્નિણયથી મેટા અને વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આ રોકાણ બાદ નું વેલ્યુએશન લગભગ ૪.૫ અબજ ડોલર સુધી પહોંચશે.
૪૭ વર્ષીય કુણાલ શાહ પહેલી વખત ૨૦૧૦માં ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ ફ્રી-ચાર્જના કો-ફાઉન્ડર બન્યા હતા. મોબાઇલ રિચાર્જ અને ડિજિટલ પેમેન્ટ્સ સેક્ટરમાં ઝડપથી લોકપ્રિય બનેલી આ કંપનીને ૨૦૧૫માં સ્નેપડીલે આશરે ૪૦૦ મિલિયન ડોલરમાં ખરીદી હતી. આ સોદો તે સમયના ભારતીય સ્ટાર્ટઅપ સેક્ટરના સૌથી મોટા એક્ઝિટ્સમાંનો એક હતો.
તેમણે ૨૦૧૮માં ની સ્થાપના કરી. ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ભરનારા ગ્રાહકોને રિવોર્ડ આપવાના અનોખા મોડેલ સાથે શરૂ થયેલી કંપનીએ ટૂંકા સમયમાં જ ભારતના ફિનટેક સેક્ટરમાં આગવું સ્થાન મેળવ્યું. આજે ભઇઈઘ ૧.૪ કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ ધરાવે છે. આ સાથે જ તે ભારતના ૪૦ ટકા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કુણાલ શાહને બિલ્ડર મેન્ટાલિટી ધરાવતા ગ્લોબલ લીડર ગણાવ્યા હતા. વ્હોટ્સએપના હાલના ગ્લોબલ હેડ વિલ કેથકાર્ટ સાત વર્ષના કાર્યકાળ બાદ પદ છોડશે અને થોડા સમય માટે લીડરશીપ ચેન્જમાં સહયોગ કરશે. જાણકારોના મતે, મેટા છેલ્લા કેટલાક સમયથી ભારતના ડિજિટલ પેમેન્ટ અને કોમર્સ સેક્ટરમાં પોતાની હાજરી મજબૂત કરવા ઇચ્છે છે. વ્હોટ્સએપ પે, સોશિયલ કોમર્સ અને ફિનટેક સર્વિસિઝના વિસ્તરણ વચ્ચે કુણાલ શાહનો અનુભવ કંપની માટે મહત્વપૂર્ણબની શકે છે.
કુણાલનો ઉછેર મુંબઈના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરિવાર આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેમણે નાની ઉંમરથી જ કમાવાની શરૂઆત કરી હતી. ક્યારેક કુણાલ મહેંદીના કોન વેચતા, તો ક્યારેક સીડી તો ક્યારેક વિદ્યાર્થીઓને ટયુશન આપતા. તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાંથી ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈની નરસિંહ મોનજી કોલેજમાં પાર્ટ ટાઈમ એમબીએમાં પ્રવેશ લીધો હતો. પરંતુ, અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ કોર્સ છોડી દીધો. એમબીએ છોડયા બાદ બીપીઓ સ્ટાર્ટઅપમાં જુનિયર પ્રોગ્રામર તરીકે કામ શરૂ કર્યું. ૨૦૦૯ની આસપાસ તેમણે પૈસાબેક નામનુંકેશબેક અને પ્રમોશનલ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. ૨૦૧૦માં સંદીપ ટંડન સાથે મળીને ફ્રીચાર્જની સ્થાપના કરી. મોબાઈલ રિચાર્જ સાથે કેશબેક આપતી આ સર્વિસ લોકપ્રિય બની હતી.





