
ઓસ્કર પેનલમાં ભારતીય ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ સહિત ૬ લોકોની એન્ટ્રી ઓસ્કર એવોર્ડની વોટિંગ પેનમાં આ વર્ષે દુનિયાભરના ૫૨૯ નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓસ્કર એવોર્ડની પેનલ માટે દર વર્ષે દુનિયાભરના દેશોમાંથી ખાસ લોકોની પસંદગી એવોર્ડની પેનલ માટે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકેડમી ઓફ મોશન પિક્સર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા ૫૨૯ લોકોને વોટિંગ પેનમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ૬ ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૬ લોકોમાંથી એક ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજ છે.
આ વખતે ઓસ્કર પેનલ માટે જે લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં જેકબ એલોર્ડી, જેના ઓર્ટેગા, જાેશ ઓકોનર અને સિમૂ લિયૂ, ડિરેક્ટર જૈક ક્રેગર અને સેફડી બ્રધર્સ સહિતના નામોનો સમાવેશ થાય છે. વિશ્વાના દિગ્ગજ કલાકારો સાથે ભારતના ૬ ધુરંધરોનો સમાવેશ પણ ઓસ્કર પેનલમાં કરવામાં આવ્યો છે.
ઓસ્કર પેનલ માટે ૬ લોકોને આમંત્રણ મળ્યું છે આ ૬ લોકોમાં ફિલ્મ મેકર અને મ્યુઝિક કંપોઝર વિશાલ ભારદ્વાજ, ફિલ્મ એડિટર દીપા ભાટિયા, એડિટર એ. શ્રી પ્રસાદ, કોસ્ચ્યુમ ડિઝાઈનર એકા લખાની, કાસ્ટિંગ ડાયરેક્ટર દિલીપ શંકર અને ડિઝ્ની એનિમેટર અવનીત કૌરનો સમાવેશ થાય છે.
વિશાલ ભારદ્વાજ સિવાય જે ૫ લોકોને ઓસ્કર પેનલમાં જાેડાવા માટે નિમંત્રણ મળ્યું છે તેમના વિશે જાે તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ. શ્રીકર પ્રસાદ આરઆરઆર, શેરશાહ, સાથિયા, સ્કાય ફોર્સ જેવી ફિલ્મોનું એડિટિંગ કરી ચુક્યા છે. દીપા ભાટિયા કાઈ પો છે, તારે ઝમીન પર, રોક ઓન અને કેદારનાથ જેવી ફિલ્મો માટે કામ કરી ચુકી છે.
આ વર્ષે જે લોકોને પેનલમાં જાેડાવાનું નિમંત્રણ મળ્યું છે તે તમામ લોકો તેને સ્વીકારી લેશે તો એકેડમીના કુલ સભ્યો ૧૧૦૦૦ થી વધુ થઈ જશે. જેમાંથી ૧૦,૦૦૦ વધુ લોકો ઓસ્કર એવોર્ડ માટેના વોટિંગમાં ભાગ લેશે.





