
નાસાના એક્સ-૫૯ વિમાનનું સફળ પરીક્ષણ સુપર સોનિક ફલાઇટ માટે યુએસ ૫૩ વર્ષ જુના પ્રતિબંધને હટાવવા નિયમો બદલશે અવાજ કરતાં બમણી ગતિએ ઉડતાં કોન્કોર્ડ વિમાનની સેવાઓ સંચાલન ખર્ચ ન પરવડતાં ૨૦૦૩માં બંધ કરી દેવી પડી હતી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ- દ્વારા સુપર સોનિક ફલાઇટ દરમ્યાન પેદાં થતાં ધડાકા સમાન અવાજને કારણે તેના પર પ્રતિબંધ મુકતાં નિયમને બદલવામાં આવી રહ્યો છે. સૂચિત નિયમ અનુસાર એક કલાકના ૭૬૭ માઇલ્સ એટલે કે એક માક કરતાં વધારે ઝડપથી ઉડતાં વિમાનો જાે અવાજના નિશ્ચિત સ્તરથી ઓછો અવાજ કરે તો જમીન પરથી પણ તેમને ઉડ્ડયન કરવા દેવામાં આવશે. આ વર્ષેના અંતમાં એફઆઇઆઇ બીજાે નિયમ પણ રજૂ કરી સુપરસોનિક ફલાઇટ માટે અવાજના ધોરણો નક્કી કરશે. આ બંને નવા નિયમોને ૨૦૨૭ની મધ્યમાં આખરી ઓપ આપવામાં આવશે. નાસાએ પ્રયોગાત્મક એક્સ-૫૯ વિમાનનું સફળ પરીક્ષણ કર્યું તે પછી યુએસના પરિવહન વિભાગે ૧૯૭૩માં મુકવામાં આવેલાં પ્રતિબંધને હટાવી તેના સ્થાને નવા નિયમો લાગુ પાડવાની દરખાસ્ત રજૂ કરી હતી. એક્સ-૫૯ વિમાન સુપરસોનિક ફલાઇટ મોટો અવાજ કર્યા વિના અવાજ કરતાં વધારે ઝડપથી ઉડે છે.સુપરસોનિક ફલાઇટ અવાજ કરતાં વધારે ઝડપથી ઉડે ત્યારે એક ધડાકા જેવો અવાજ થાય છે જેને સુપરસોનિક બૂમ કહેવામાં આવે છે. વિમાન ઉડે અને ઉતરે ત્યારે આવો અવાજ થાય તો ઇમારતની બારીઓ હચમચી જાય છે અને ઇમારત પડી જવાનું પણ જાેખમ ઉભું થાય છે. સુપરસોનિક બૂમને કારણે ૧૯૭૩માં આવા વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ એકાંત વિસ્તારોમાં સંશોધન કે પરીક્ષણ માટે આવા વિમાન એક માક કરતાં વધારે ઝડપથી ઉડાડવા હોય તો એફએએની સ્પેશિયલ પરવાનગી લેવી પડે છે.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ-ના વડા બ્રાયન બેડફોર્ડે જણાવ્યું હતું કે એરોસ્પેસ એન્જિનિયરિંગ, મટિરિયલ સાયન્સ, નોઇઝ રિડકશનના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને કારણે જુના સોનિક બૂમને દૂર કરવાનું શક્ય બન્યું છે. આનો અર્થ એ કે યુએસ પરથી ઉડતી સુપરસોનિક ફલાઇટ પર૭૦ના દાયકામાં મુકવામાં આવેલાં પ્રતિબંધને રદ કરી શકાશે.આ મહિનાની શરૂઆતમાં નાસાએ તેની શાંત સુપરસોનિક ફલાઇટનું પરીક્ષણ કરી એક્સ-૫૯ વિમાનને તેની મહત્તમ કલાકના ૭૧૩ માઇલ્સની ગતિએ ૪૩,૪૦૦ ફૂટની ઉંચાઇએ ઉડાડયુ હતું. નાસાના જણાવ્યા અનુસાર એક્સ-૫૯ને સુપરસોનિક બૂમને બદલે શાંત આંચકો આવે એ રીતે ઉડ્ડયન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.વ્હાઇટ હાઉસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી જરીપુરાણા નિયમો આપણાં એન્જિનિયર્સ અને ઉત્પાદકોને અટકાવી રાખેલાં હતા પણ હવે પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી હેઠળ અમે સુપરસોનિક ફલાઇટ માટે રન વે સાફ કરી રહ્યા છીએ. આ સુપરસોનિક ફલાઇટ પ્રવાસના સુવર્ણયુગનો પ્રારંભ બની રહેશે.એર ળાન્સ અને બ્રિટિશ એરવેઝ દ્વારા અવાજ કરતાં બમણી ગતિ એટલે કે બે માકની ઝડપે ઉડતાં કોન્કોર્ડ વિમાનોની સેવા શરૂ કરી હતી જે એટલાન્ટિક મહાસાગરને માત્ર સાડા ત્રણ કલાકમાં પાર કરી આપતી હતી. જાે કે, આ ઝડપે વિમાન મહાસાગર પર જ ઉડાડવાની મંજૂરી હતી. જમીન પર આ વિમાનને ઓછી ઝડપે ઉડાડવામાં આવતું હતું. સંચાલન ખર્ચ વધુ હોવાને કારણે ૨૦૦૩માં કોન્કોર્ડ વિમાન સેવા બંધ કરી દેવામાં આવી હતી. હાલ નાસા ઉપરાંત અમેરિકન કંપનીઓ પણ સુપરસોનિક વિમાનો બનાવવાની દિશામાં કામ કરી રહી છે.





