સભ્યતા માટે મળ્યું આમંત્રણ ઓસ્કાર મતદાન પેનલમાં ફરાહ ખાનનો સમાવેશ ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા તેને પ્રતિષ્ઠિત સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે હવે ફરાહ ખાનને વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે.આ માહિતી કોરિયોગ્રાફર્સ ગિલ્ડે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. ફરાહ ખાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોરિયોગ્રાફર્સ ક્રિસ્ટોફર સ્કોટ, માર્ગ્યુરાઇટ ડેરિક્સ અને જમાલ સિમ્સને પણ કોરિયોગ્રાફી વિભાગના નવા સભ્યો તરીકે આવકારવામાં આવ્યા છે.આ સન્માન અંગે ખુશી વ્યક્ત કરતાં ફરાહ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “આ પ્રતિષ્ઠિત ગ્રુપનો ભાગ બનવા બદલ હું અત્યંત ખુશી અને ગૌરવ અનુભવું છું.”ફરાહને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને સેલેબ્રિટીએ અભિનંદન પાઠવ્યાં હતાં. જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “યે હૈ હમારી શાન”, જેના જવાબમાં ફરાહે પ્રેમથી લખ્યું, “ભાઈ હો તો ઐસા.”એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસનું સભ્યપદ વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં અત્યંત પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. સભ્યોને દર વર્ષે યોજાતા ઓસ્કાર એવોર્ડ્સની વિવિધ શ્રેણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળે છે, જે ફિલ્મ જગતમાં એક વિશેષ સન્માન ગણાય છે.ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે. તેણે અનેક સુપરહિટ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે અને ત્યારબાદ ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી સફળ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. ફિલ્મો ઉપરાંત તેઓ રિયાલિટી શો અને ડિજિટલ પ્લેટફોર્મ પરના પોતાના લોકપ્રિય વ્લોગ્સ દ્વારા પણ દર્શકો સાથે સતત જાેડાયેલી રહે છે.એકેડેમીનું સભ્યપદ મળતાં ફરાહ ખાન હવે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેવા ભારતીય ફિલ્મકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જેઓ આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં દેશની હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છે.





