શ્રદ્ધા કપૂરનો વિઠાબાઈ અવતાર ચર્ચામાં ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે શ્રદ્ધા કપૂરનો દમદાર અંદાજ મહાન લાવણી કલાકાર વિઠાબાઈના જીવન પર આધારિત ફિલ્મ આગામી ૪ ડિસેમ્બરે થશે રિલીઝ બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ઈઠા અત્યારે ભારે ચર્ચામાં છે. લાંબા સમય પછી આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા વાપસી કરી રહી છે. મેકર્સે ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે રણદીપ હુડ્ડા પણ મહત્ત્વની ભૂમિકામાં જાેવા મળશે. મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે અને દિનેશ વિજન તેને પ્રોડયુસ કરી રહ્યા છે. સામે આવેલા આ નવા ટ્રેલરમાં શ્રદ્ધા કપૂરનો એક અત્યંત દમદાર અને અલગ જ અવતાર જાેવા મળ્યો છે.ટ્રેલરની શરૃઆત દમદાર ડાયલોગ્સ અને એક મજબૂત વાર્તાની ઝલક સાથે થાય છે. જેમાં પાત્રના સંઘર્ષ, જુસ્સા અને લોકકળા સાથે જાેડાયેલી દુનિયાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ટ્રેલરના એક ખાસ ભાગમાં મરાઠી સંસ્કૃતિ અને પરંપરાગત પરિધાન નવવારી સાડીનો ખાસ ઉલ્લેખ જાેવા મળે છે, જ્યાં તેના માન-સન્માનને પડદા પર ઉતારવામાં આવ્યું છે. ફિલ્મમાં દર્શકોને ડ્રામા, ઈમોશન અને શાનદાર એક્ટિંગનું જબરદસ્ત કોમ્બિનેશન જાેવા મળશે.કેવું છે શ્રદ્ધા કપૂરની ઈઠાનું ટ્રેલર?શરૃઆતમાં શ્રદ્ધા કપૂરના પાત્રનો એક ઈમોશનલ સમય બતાવવામાં આવ્યો છે, જ્યારે તે કહે છે: તેં જ કહ્યું હતું જાેઈએ શું તૂટે છે? મારો ભરોસો કે મારો ઘમંડ. મારો ભરોસો જ મારો ઘમંડ હતો, જ્યારે એ તૂટી ગયો ને ત્યારે બધું જ તૂટી ગયું. આ પછી તે સીન દેખાય છે જ્યાં તેની સફળતા દર્શાવાઈ છે, એ એવોર્ડ્સ છે જે આ સંઘર્ષને દર્શાવે છે. પરંતુ તૂટવાથી લઈને બનવા સુધીની સફર જ ઈઠામાં બતાવવામાં આવી છે. કેવી રીતે એ નાની બાળકી અહીં સુધી પહોંચી તેની એક ઝલક આ ટ્રેલરમાં જાેવા મળે છે.બીજી તરફ, ટ્રેલરના અંતિમ ભાગમાં નવવારી સાડીને લઈને ખૂબ જ શાનદાર ડાયલોગ છે. જ્યાં કોઈ પૂછે છે: કઈ સદીના કપડાં પહેરીને આવી ગઈ આ સ્ત્રી? અને જવાબ મળે છે: નવવારી કહેવાય છે આને… આ માત્ર કાપડ નથી અભિમાન છે… આ મરાઠી સાડીનું સન્માન છે અને મરાઠી માતાની ઓફ્રખ છે.ફિલ્મ ઈઠામાં શ્રદ્ધા કપૂર મહાન લાવણી અને તમાશા કલાકાર વિઠ્ઠાબાઈ નારાયણગાવકરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે અને શ્રદ્ધા કપૂરની શાનદાર એક્ટિંગ જાેઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહી છે. લોકોએ ટ્રેલર પર કમેન્ટ કરતાં લખ્યું કે આ કમબેક સૌથી જબરદસ્ત રહેવાનું છે, તો કોઈ લખે છે કે પાવરફુલ, આ ફિલ્મ ચોક્કસ બ્લોકબસ્ટર સાબિત થશે. એકંદરે આ ફિલ્મ તેમના જીવન, સંઘર્ષ અને કળા પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા છે, જેમને મહારાષ્ટ્રની લોકકળા અને તમાશાની દુનિયામાં તમાશા સમ્રાજ્ઞાી તરીકે ઓળખવામાં આવે છે.




