(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની ૭૭ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.FSSAI ની ફૂડ સેફ એપ દ્વારા ફેર નિરીક્ષણમાં ૧૫૩ સંસ્થાઓમાં આરોગ્ય લક્ષી ખામીઓ મળી આવી છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. FSSAI ની ફૂડ સેફ એપ ધ્વારા ફેર નિરીક્ષણ દરમ્યાન પાલિકા દ્વારા ૮૦ કિલો જેટલા અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય અને ફૂડ વિભાગે સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટના ૪૩, ખાદ્ય તેલ અને ઘી ના ૧૩, મરી મસાલા ના ૨૯ સહિત કુલ ૩૪૪ સેમ્પલ લીધા છે. ઉપરાંત ૪૨૯ એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ પણ તપાસ માટે મોકલાયા છે. શહેરની ૧૫ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી દૂધના સેમ્પલ લઇ પબ્લિક હેલ્થ લેવામાં મોકલાયા છે. આગામી દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.





