ફિલ્મ ૨૦૧૮માં આવેલી કલ્ટ ફેન્ટસી હોરર ફિલ્મની સિક્વલ ‘તુંબાડ ૨’માં આલિયા ભટ્ટના કાસ્ટિંગની જાહેરાત ૨૦૧૮માં રિલીઝ થયેલી તુંમ્બાડનાં લોકકથા, ફૅન્ટસી અને હૉરરનું અનોખું સંયોજન રજૂ કરવા બદલ વિવેચકો તરફથી ઘણા વખાણ થયા હતા આખરે ‘તુંબાડ ૨’માં આલિયા ભટ્ટની એન્ટ્રીની આખરે જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી કલ્ટ ફેન્ટસી હોરર ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિ સિદ્દિકી પણ છે અને ફિલ્મ ૩ ડિસેમ્બર, ૨૦૨૭ના દિવસે રિલીઝ થશે. આ સિક્વલ આદેશ પ્રસાદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને સોહમ શાહ પેન સ્ટુડિયો સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. મંગળવારે આ ફિલ્મમાં આલિયા ભટ્ટના કાસ્ટિંગની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલમ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં આલિયાએ કહ્યું કે, “મેં પહેલી વખત જાેઈ ત્યારથી તુંબાડ મારા મનમાંથી ગઈ નથી. એવી ઘણી ઓછી ફિલ્મ હોય છે, જે એક એવી દુનિયા સર્જે જે તમને વાસ્તવિક લાગે સાથે જ તમે પણ તેનો ભાગ બની જાઓ, જે રિલીઝના લાંબા સમય પછી પણ લોકોની કલ્પનામાં તે વિકસતી રહે. આ જ બાબત મારી આ તકને વધુ ઉત્સાહ વધે એવી બનાવે છે.” આગળ તેણે કહ્યું, “હવે એ દુનિયાનો ભાગ બનવું મારે માટે બહુ જ ખાસ વાત છે. હું સોહમ અને નવાઝ સાથે કામ કરવા ઉત્સુક છું, બે એવા કલાકારો જેમની હું લાંબા સમયથી પ્રશંસક રહી છું, તુંબાડ જેવી સમૃદ્ધ, રહસ્યમય અને ભુલી ન શકાય એવી વાર્તાનું પાત્ર બનવા ઉત્સુક છું. અમે સાથે મળીને જે સર્જી રહ્યાં છીએ તે દર્શકો સુધી પહોંચે તેના માટે હવે મારાથી રાહ જાેવાતી નથી.” એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહે આલિયાના કાસ્ટિંગ વિશે કહ્યું, “તુંબાડ ૨ માટે આલિયાના જાેજાવાથી અમે બધાં જ બહુ ખુશ છીએ. આ પેઢીની તે સૌથી ટેલેન્ટેડ અક્ટ્રેસમાંની એક છે, તેમાં કોઈ બેમત નથી અને મને વિશ્વાસ છે કે લોકોને પણ આ ફિલ્મમાં તે કંઈક અલગ અવતારમાં જાેવા મળશે.”સોહમે આગળ કહ્યું, “આપણે સૌએ તેમના ડેબ્યૂથી જ પડદા પરના તેમના અદ્ભુત અભિનયના સાક્ષી રહ્યા છીએ. આ તેમની સાથેનો મારો પ્રથમ સહયોગ છે અને હું તેમની સાથે કામ કરવા માટે ખરેખર આતુર છું. ” ૨૦૧૮માં રિલીઝ થયેલી તુંમ્બાડનાં લોકકથા, ફૅન્ટસી અને હૉરરનું અનોખું સંયોજન રજૂ કરવા બદલ વિવેચકો તરફથી ઘણા વખાણ થયા હતા. ફિલ્મને થિયેટરમાં ફરીથી રિલીઝ કરવામાં આવ્યા બાદ નવી લોકપ્રિયતા મળી અને તે ભારતમાં સૌથી સફળ રી-રિલીઝ ફિલ્મોમાંની એક બની.





