પંકજ ત્રિપાઠીએ મર્દાનગીની જૂની વ્યાખ્યા પર ઉઠાવ્યા સવાલ ફિલ્મોમાં મર્દાનગીના દેખાડા સામે પંકજ ત્રિપાઠીએ વ્યક્ત કરી નારાજગી પંકજના મતે સાચો આલ્ફા મેલ એ છે, જેને પોતાની મર્દાનગી સાબિત કરવાની જરૂર નથી અભિનેતા પંકજ ત્રિપાઠી આ વખતે પોતાનાં ગંભીર અને કોમિક રોલથી અલગ અંદાજમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પારિવારિક મનુરંજન’માં જાેવા મળી રહ્યા છે. અદિતિ રાવ હૈદરી સાથેની આ ફિલ્મ ૧૩ નવેમ્બરે સોની લિવ પર રિલીઝ થઈ છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં પંકજે આજના સિનેમામાં બદલાતી વાર્તાઓ, રોમેન્ટિક હીરો બનવાના અનુભવ અને પુરુષત્વની બદલાતી વ્યાખ્યા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.ફિલ્મની વાર્તા તેમને એટલી પસંદ પડી હતી કે સ્ક્રિપ્ટ વાંચ્યાના બીજા જ દિવસે તેમણે ફિલ્મ કરવાની સંમતિ આપી દીધી હતી. પંકજના જણાવ્યા અનુસાર, તેમને વાસ્તવિક જીવનની નજીક હોય તેવી સાદી અને સહજ વાર્તાઓ પસંદ છે. આજકાલ ફિલ્મોમાં દર્શકોને ચોંકાવવાના હેતુથી અનેક પ્રયોગો અને ગિમિક્સનો ઉપયોગ થાય છે, જેના કારણે સામાન્ય જીવન સાથે જાેડાયેલી વાર્તાઓ ઓછી જાેવા મળે છે.ફિલ્મમાં પંકજ રંજન દુબે નામના આધેડ ઉંમરે પહોંચેલા કુંવારા વ્યક્તિની ભૂમિકા ભજવે છે, જેના જીવનમાં એક હાઉસકીપરના આગમનથી પરિવર્તન આવે છે. પંકજે કહ્યું કે પાત્રના વિચારો પોતાના વિચારો સાથે મળતા હોવાથી તેને ભજવવું વધુ પડકારજનક બન્યું હતું. જાેકે, તેમણે ક્યારેય પરંપરાગત રોમેન્ટિક હીરો બનવાની ઇચ્છા રાખી નહોતી.ફિલ્મના સંવાદમાં ‘બીટા’માંથી ‘આલ્ફા’ બનવાની વાતને લઈને પંકજે કહ્યું કે તેમના મતે સાચો આલ્ફા મેલ એવો માણસ છે, જેને પોતાની મર્દાનગી સાબિત કરવા છાતી ઠોકવાની જરૂર પડતી નથી.તેમણે હિન્દી ફિલ્મોમાં મર્દાનગીના દેખાડાની માનસિકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પેઢીઓથી પુરુષો માટે નક્કી કરવામાં આવેલી રૂઢિચુસ્ત માન્યતાઓ બદલવાની જરૂરિયાત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે થોડા જાગૃત અને સંવેદનશીલ બનવામાં કંઈ ખોટું નથી.




