CJP એ ફૂંક્યું આંદોલનનું રણશિંગુ જંતર-મંતર બાદ હવે દેશભરમાં પ્રદર્શન કરવા CJP ની જાહેરાત પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પ્રદર્શન દેશના તમામ રાજ્યો અને તેમના જિલ્લાઓમાં થશે અભિજીત દીપકેની કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ગુરુવારે જંતર-મંતર પર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનને એક ડગલું આગળ વધારવાની જાહેરાત કરી છે. CJP એ શુક્રવારે દેશભરના તમામ જિલ્લાઓમાં આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં દેશભરમાં ૨૪ જુલાઈએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે.
આ માટે CJP એ પાંચ મુદ્દા બતાવ્યા છે. સૌથી પહેલાં વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને લેખિતમાં પ્રદર્શન માટે અરજી કરો. કહેવામાં આવ્યું છે કે, મંજૂરી પત્ર (અપ્રૂવલ લેટર) પોતાની પાસે રાખો, નંબર અને સમય વગેરે કન્ફર્મ કરો. માર્ચ માટે ઝડપથી કાનૂની સલાહ લેવા અંગે વિચાર કરો. આ સિવાય પોસ્ટર અને ક્રિએટિવ ડિઝાઇન કરવા માટે કહેવાયું છે. સાથે જ સોશિયલ મીડિયા પર અપીલ કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાેડાઈ શકે. પોસ્ટર્સ અને બેનર્સ પ્રિન્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે માર્ચ કરવા વિશે વાત કરવામાં આવી છે. આ પહેલાં CJP એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પોતાની માંગને ફરીથી દોહરાવતા કહ્યું કે, પ્રશ્નપત્ર લીકના કેસોમાં કાર્યવાહી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતમાં જવાબદેહીના મુદ્દે કોઈ વાત કરવામાં આવી નથી. મોદીએ સવારે ‘X‘ પર એક પોસ્ટમાં પ્રશ્નપત્ર લીકમાં સામેલ લોકોને વહેલી તકે કડકમાં કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી અને કહ્યું કે, “આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ પણ મહત્વપૂર્ણ નથી.”
પીએમ મોદીએ પોસ્ટમાં કહ્યું કે, “આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ પણ મહત્વપૂર્ણ નથી. આપણા યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં.” નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ (NEET) પ્રશ્નપત્ર લીકને લઈને યુવાનોના સતત ચાલુ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાને એ પણ કહ્યું કે, પ્રશ્નપત્ર લીકના કેસોમાં સામેલ લોકોને વહેલી તકે કઠોર સજા આપવા માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટો સ્થાપવાનો ર્નિણય લીધો છે.





