૭મી ઓગસ્ટે રજૂ થવા વિશે આશંકા ઉજ્જવલ નિકમની બાયોપિક પ્રહારમાં વિલંબના અણસાર મેડ્ડોક ફિલ્મ્સની આવી જ બહુચર્ચિત ફિલ્મ ‘ઇઠા’ની રજૂઆત પણ મુલતવી રાખવામાં આવી હતી બોલિવુડમાં શાસકોની તરફેણમાં ફિલ્મ બનાવી નાણાં રળી લેવાની ફેશન ચાલી છે તેમાં અચાનક સંજાેગો બદલાવાને કારણે ઓટ આવી ગઇ છે. તેમાં રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર’ પણ હવે સાત ઓગસ્ટે રજૂ થવાની સંભાવના નથી. આ ફિલ્મમાં રાજકુમાર રાવે સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે.ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેમની ફિલ્મોના પ્રમોશનમાં કોઇ કચાશ રાખતાં નથી પણ ‘પ્રહાર’ રજૂ થવા આડે પખવાડિયું પણ રહ્યું નથી ત્યારે પ્રમોશનલ એક્ટિવીટીના કોઇ અણસાર જણાતો નથી. જેના કારણે એ દેખીતી વાત છે કે હવે સાત ઓગસ્ટે આ ફિલ્મ થિયેટર્સમાં રજૂ નહીં થાય. ફિલ્મમાં અજમલ કસાબના કેસની વાત નિકમની નજરે રજૂ કરવામાં આવી છે.આ ફિલ્મમાં વામિકા ગબ્બી, જયદીપ અહલાવત અને સિકંદર ખેરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.મેડ્ડોક ફિલ્મ્સની આવી જ બહુચર્ચિત ફિલ્મ ‘ઇઠા’ની રજૂઆત પણ મુલતવી રાખવામાં આવી હતી. યશની ‘ટોક્સિક’ સાથે ટક્કર ટાળવા આ ર્નિણય લેવાયો હતો. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે લાવણી ડાન્સરની ભૂમિકા ભજવી છે. આમ આ મહિને મેડ્ડોક ફિલ્મ્સની બે ફિલ્મોની રજૂઆત પાછળ ઠેલાઇ છે.





