ડીસીના નિર્માતાથી વામિકાના ચાહકો નારાજ હિરોને કાર આપી તો વામિકા ગબ્બીને સ્કૂટી તો આપો ફિલ્મ ડીસીએ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં નિર્માતાએ હિરો અને સંગીતકારને કાર ભેટ આપી
દક્ષિણ ભારતમાં ફિલ્મ હીટ જાય એટલે નિર્માતા ફિલ્મના કળાકારો અને કસબીઓને ભેટ આપતાં હોય છે. તાજેતરમાં ‘ડીસી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૩ કરોડ રૂપિયાની કમાણી કરતાં ફિલ્મના નિર્માતા કલાનિધી મરાને ફિલ્મના અભિનેતાઓ અરૂણ માથેશ્વરન, લોકેશ અને સંગીતકાર અનિરૂદ્ધને અભિનંદન અને નવી નક્કોર બીએમડબલ્યુ કાર ભેટમાં આપી હતી. નિર્માતાએ જારી કરેલાં વિડિયોમાં ટીમ સ્મિત કરતાં કારમાં બેસી રવાના થતી દર્શાવવામાં આવી છે.પણ ફિલ્મની હિરોઇનો વામિકા ગબ્બી અને સંજના કૃષ્ણમૂર્તિને ઠેંગો બતાવવામાં આવતાં હિરોઇનોના ચાહકોએ નિર્માતા સામે સોશિયલ મિડિયા પર રોષ વ્યક્ત કર્યાે હતો. એક ચાહકે જણાવ્યું હતું કે વામિકા માટે તેઓ કમ સે કમ સ્કૂટી તો ખરીદી જ શક્યા હોત. બીજા એક ચાહકે જણાવ્યું હતું કે તમારે બધાંને સમાન ગણવા જાેઇએ અને એ રીતે સંજનાને સાયકલ પણ આપવી જાેઇએ.‘ડીસી’ ફિલ્મમાં લોકેશેે ગુંડા દેવદાસની, વામિકા ગબ્બીએ રૂપિજીવિની ચન્દ્રાની અને સંજનાએ પાવર્તી તરીકે બાર સિગરની ભૂમિકાઓ ભજવી છે.દેવદાસના આ તમિલ વર્ઝનમાં દાસ અને ચન્દ્રા ભ્રષ્ટ પોલીસ સામે મેદાને પડે છે.




