વિજય સાલગાંવકરની દુનિયાનાં રહસ્યો અંતિમ અધ્યાયમાં પહોંચશ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં હવે અજય દેવગન સામે જયદીપ અહલાવતની ટક્કર અભિષેક પાઠકના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની પટકથા અભિષેક પાઠક, આમિલ કીયાન ખાન અને પરવીઝ શેખે લખી ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝી ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય ફેમિલી થ્રિલર સિરીઝમાં સ્થાન મેળવી ચૂકી છે. વિજય સાલગાંવકરની ચાલાકી, તેના પરિવારને બચાવવાની કોશિશ અને પોલીસથી એક ડગલું આગળ રહેવાની તેની રમતે દર્શકોને લાંબા સમયથી જકડી રાખ્યા છે. હવે આ કહાનીના અંતિમ અધ્યાયનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં અજય દેવગન ફરી વિજય સાલગાંવકરની ભૂમિકામાં જાેવા મળશે. જાેકે, આ વખતે તેની સામે વધુ પડકારજનક પોલીસ અધિકારી છે. હવે ફિલ્મમાં જયદીપ અહલાવત એસપી ક્રાઇમ બ્રાન્ચ રાજવીર સિંહ તોમરની ભૂમિકામાં છે. તેનું પાત્ર વિજયના ભૂતકાળના રહસ્યોનો પર્દાફાશ કરવા માટે મક્કમ છે. પ્રકાશ રાજની એન્ટ્રી પણ સંઘર્ષને વધુ ઉગ્ર બનાવે છે. ફિલ્મની કહાની ‘દૃશ્યમ ૨’ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી આગળ વધે છે. જાેકે, નિર્માતાઓએ આ વખતે નવી કહાની અને સંપૂર્ણપણે નવી પટકથા તૈયાર કરી છે. જૂના રહસ્યો ફરી સામે આવી રહ્યા છે. વણઉકેલાયેલા સવાલો વિજયની નજીક આવી રહ્યા છે. બીજી તરફ, નવા પોલીસ અધિકારીની એન્ટ્રીથી તેની મુશ્કેલીઓ વધી રહી છે.તબુ, શ્રિયા સરન અને રજત કપૂર પણ પોતાની અગાઉની ભૂમિકાઓમાં પરત ફર્યાં છે. કમલેશ સાવંત, ઇશિતા દત્તા અને મૃણાલ જાધવ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.ફિલ્મનાં ટ્રેલર લોન્ચ માટે નિર્માતાઓએ ગોવાની પસંદગી કરી હતી. ‘દૃશ્યમ’ની કહાની સાથે ગોવાનો ગાઢ સંબંધ હોવાથી અહીં મીડિયા અને ઇન્ફ્લુએન્સર્સ માટે ખાસ અનુભવનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના જાણીતા સ્થળોની મુલાકાત બાદ પણજીમાં ટ્રેલરનું ભવ્ય લોન્ચિંગ થયું હતું. અભિષેક પાઠકના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની પટકથા અભિષેક પાઠક, આમિલ કીયાન ખાન અને પરવીઝ શેખે લખી છે.




