રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર આ પ્રોજેક્ટ પ્રત્યે હજુ પણ પ્રતિબદ્ધ અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાન એક્ઝિટ થયાં આમિર ખાન સ્ટાર્ટઅપ્સની દુનિયાથી ખુબ પ્રભાવિત હતો અને અશ્નીર ગ્રોવરની બાયોપિક કરવા માટે ઉત્સાહિત પણ હતો
સ્ટાર્ટઅપ જગતના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવરના જીવન પર આધારિત બાયોપિક અંગેના અહેવાલો અનુસાર, આમિર ખાને સર્જનાત્મક મતભેદોને કારણે ફિલ્મમાંથી બહાર થવાનો ર્નિણય લીધો છે. હવે ડિરેક્ટર રાહુલ મોદી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મ માટે નવા એક્ટરની શોધમાં લાગ્યા છે. થોડા મહિનાઓ પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે આમિર ખાન પ્રથમવાર દિગ્દર્શન ક્ષેત્રે પગ મુકનારા રાહુલ મોદી સાથે અશ્નીર ગ્રોવરની બાયોપિકમાં કામ કરશે. બાદમાં એવી પણ માહિતી સામે આવી હતી કે ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે જાેવા મળશે અને ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થવાનું હતું. જાેકે હવે સુત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાને ફિલ્મની સ્ક્રિપ્ટ પર લાંબા સમય સુધી કામ કર્યું અને પોતાના સૂચનો પણ આપ્યા હતા. પરંતુ આખરે સ્ક્રિપ્ટને લઈને દિગ્દર્શક રાહુલ મોદી સાથે સર્જનાત્મક મતભેદ ઊભા થતા તેણે ફિલ્મથી અલગ થવાનો ર્નિણય લીધો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે, “આમિર ખાન સ્ટાર્ટઅપ્સની દુનિયાથી ખુબ પ્રભાવિત હતો અને અશ્નીર ગ્રોવરની બાયોપિક કરવા માટે ઉત્સાહિત પણ હતો. તેણે સ્ક્રિપ્ટને પોતાની સમજ પ્રમાણે વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ અંતે સર્જનાત્મક મતભેદોને કારણે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું.”બીજી તરફ, રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર આ પ્રોજેક્ટ પ્રત્યે હજુ પણ પ્રતિબદ્ધ છે. હાલમાં ફિલ્મ માટે અશ્નીર ગ્રોવરની ભૂમિકા ભજવી શકે તેવા અને યુવાન લેગા એવા એક્ટરની શોધ ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ બે-ત્રણ જાણીતા કલાકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં મુખ્ય કલાકારનું નામ નક્કી થઈ શકે છે. ફિલ્મમાં શ્રદ્ધા અશ્નીર ગ્રોવરની પત્નીનો રોલ કરશે એવા પણ અહેવાલો છે. જાે કે, ફિલ્મના અન્ય કલાકારો અને શૂટિંગની નવી તારીખ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.





