રાઘવ પહેલા જ સીનમાં ઇમોશનલ થતાં ડાયલોગ ભુલી ગયો હતો ‘કિંગ’ના સેટ પર શાહરૂખ ખાન સામે ડાયલોગ જ ભુલી ગયો હતો : રાઘવ જુયાલ ‘કિંગ’માં રાઘવ જુયાલ મુખ્ય વિલન પૈકીના એક તરીકે જાેવા મળશે. તે ફિલ્મમાં જેકી શ્રોફના પાત્રનાં પુત્રની ભૂમિકા ભજવશે ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલે તાજેતરમાં જણાવ્યું છે કે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’નાં પહેલા સીનનું શૂટિંગ કરતી વખતે તે એટલો ભાવુક થઈ ગયો હતો કે પોતાના ડાયલોગ જ ભૂલી ગયો હતો. રાઘવે આ અનુભવને પોતાના જીવનની ‘સપના જેવી ક્ષણ’ ગણાવ્યો છે.એક ઇન્ટરવ્યુમાં રાઘવે જણાવ્યું કે બાળપણથી જ તે શાહરૂખ ખાનનો મોટો ફૅન રહ્યો છે. જ્યારે પહેલીવાર કેમેરા સામે શાહરૂખ સાથે અભિનય કરવાનો મોકો મળ્યો, ત્યારે બાળપણની અનેક યાદો તાજી થઈ ગઈ હતી. તેણે કહ્યું, “આ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. પહેલીવાર જ્યારે કેમેરા સેટ થઈ રહ્યો હતો ત્યારે શાહરૂખ સર સામે હતા અને હું પણ ત્યાં હતો. તે ડાયલોગ બોલ્યા અને હું મારો ડાયલોગ જ ભુલી ગયો. બાળપણ યાદ આવી ગયું. સિંગલ સ્ક્રીન થિયેટરમાં તેમની ફિલ્મો પાંચ-છ વખત જાેતો હતો. એ જ વ્યક્તિ આજે મારી સામે ઉભા રહીને ડાયલોગ બોલી રહ્યા હતા.” રાઘવે આગળ જણાવ્યું કે શાહરૂખ ખાનને કેમેરા સામે જવાબ આપવો તેના માટે અવિશ્વસનીય ક્ષણ હતી. તેમણે ઉમેર્યું, “મને લાગ્યું કે શાહરૂખખાન મને ડાયલોગ કહી રહ્યા છે અને હવે મારે તેમને જવાબ આપવાનો છે. હું તેમને કેવી રીતે જવાબ આપું? પરંતુ પછી મેં પોતાની જાતને સંભાળી અને કહ્યું કે સારું કામ કરવું છે. આખો અનુભવ ખૂબ જ અલૌકિક અને સપના જેવો હતો.”અહેવાલો અનુસાર, ‘કિંગ’માં રાઘવ જુયાલ મુખ્ય વિલન પૈકીના એક તરીકે જાેવા મળશે. તે ફિલ્મમાં જેકી શ્રોફના પાત્રનાં પુત્રની ભૂમિકા ભજવશે અને ફિલ્મમાં શાહરૂખ ખાનના યુવાન અવતાર સાથે તેનો જબરદસ્ત મુકાબલો જાેવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા લખાયેલી અને ર્નિદેશિત આ એક્શન થ્રિલરમાં શાહરૂખ ખાન, સુહાના ખાન, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, જેકી શ્રોફ, રાની મુખર્જી અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘કિંગ’ ઉપરાંત રાઘવ હવે પોતાની આગામી ફિલ્મ ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ની રિલીઝ માટે પણ તૈયાર છે. આ ફિલ્મ ૩૦ જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.





