ભોજશાળા પાસેની દરગાહમાં શુક્રવારની નમાઝને સુપ્રીમની મંજૂરી પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીં: સુપ્રીમ કોર્ટનું અવલોકન પોલીસ માર્ગદર્શિકા અન્વયે અપવાદરૂપ કેસમાં પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે
નીટ વિરોધી આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગ બાબતે ચાલી રહેલા વિવાદમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે ઠરાવ્યું હતું કે, અપવાદરૂપ કિસ્સામાં ભીડ પર નિયંત્રણ રાખવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ પોલીસને અપાયેલી છે. પોલીસ દ્વારા કોઈ કિસ્સામાં દુરુપયોગ થયો હોય તો આવા ચોક્કસ કિસ્સાની ચકાસણી કરી શકાય છે. દિલ્હી જંતર-મંતર ખાતે એકઠા થયેલા આંદોલનકારીઓ પર મેટાલિક પેલેટ ગનના ઉપયોગને અયોગ્ય ગણાવી તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી થયેલી છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટે રેપિડ એક્શન ફોર્સને હથિયારોના વપરાશનો રેકોર્ડ સાચવવા તાકિદ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મુજબ, અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જાેયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે ઠરાવ્યું હતું કે, પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી અપ્રસ્તુત છે. પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણીને ઉચિત ઠેરવવામાં આવે તો તેનાથી બંધારણની કલમ ૨૧ (રાઈટ ટુ લાઈફ)ને સીધો પડકાર મળતો હોવાનું જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું. અરજદારો તરફથી થયેલી રજૂઆતની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે પેલેટ ગનના કારણે ઘાયલ થયેલા પ્રશાંત કુમાર, શેખ ઈરશાદ મનસૂરી તથા અન્યોને શ્રેષ્ઠ સારવાર આપવા દિલ્હી સરકારને ર્નિદેશ આપ્યા હતા. શુદ્ધ ઈરાદા સાથે થઈ રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં કદાચ અસામાજિક તત્વો ભળી જાય તો હિંસા ભડકી શકે છે અને કાયદાની મર્યાદામાં તેનો ઉચિત જવાબ આપવાની જરૂરિયાત ઊભી થાય છે. સલામતી દળોએ સ્થળ અને સ્થિતિ પ્રમાણે ર્નિણય લેવો પડે છે.સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલાં ભોજશાળા સંકુલને અડીને આવેલી દરગાહમાં મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપી છે. સર્વાેચ્ચ અદાલતે રાજ્ય સરકારને ર્નિદેશ આપી શુક્રવારે બપોરે ૧-૩ના સમયગાળા દરમિયાન મુસ્લિમો નમાજ પઢી શકે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાાગચી અને જસ્ટિસ વી મોહનાની બનેલી બેંચે જાેકે સ્પષ્ટ કર્યું હતું કે, આ આદેશનો ઉદ્દેશ્ય રાજ્ય સરકાર અને મુસ્લિમ પક્ષને પરસ્પર સંમતિથી શુક્રવારની નમાજ માટે અન્ય જગ્યાની શક્યતાઓ શોધતા રોકવાનો નથી. ગત ૧૪ જુલાઈના રોજ બેન્ચે ભોજશાળાના વિવાદ મામલે ચુકાદો ન આવે ત્યાં સુધી ભોજશાળા પરિસરની બાજુમાં જ શુક્રવારની નમાજ માટે ખુલ્લી જગ્યા આપવા જણાવ્યું હતું. જાેકે બાદમાં મુસ્લિમ પક્ષ તરફથી હાજી મુનીર અહમદે સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યાે કે પ્રશાસન કોર્ટના આદેશનો અમલ નથી કરી રહ્યું.





