(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સુરતના પરવત પાટિયા, પુણા કુંભારિયા રોડ ઉપર શિવશક્તિ માર્કેટનો આજથી ૯ થી ૧૦ વર્ષ પહેલા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ એની રજા ચિઠ્ઠી (પ્લાન મંજૂરી) જેતે સમયે મેળવેલી હોવા છતાં આજ દિન સુધી એ પ્રોજેક્ટ આજે પણ ખંડેર હાલતમાં છે. આશરે ૦૯ થી ૧૦ વર્ષ પહેલા બિલ્ડર દામોદર કચ્છીએ ભુપત પોપટ ઠક્કર,પિનલ ઠક્કર સાથે મળીને આ લોકોએ શિવશક્તિ માર્કેટના નામે પ્રોજેક્ટ ચાલુ કરેલો અને શિવ શક્તિ માર્કેટના બુકિંગ પેટે જરૂરિયાત મંદો પાસેથી 35% થી 40% નાણાં એડવાન્સ લીધેલા અને બ્રોકરોના માધ્યમથી ડાયરીઓ બનાવેલી. જેમાં આજદિન સુધી રકમ પાછી આપવામાં આવી નથી એટલે કે છેલ્લા દસ વર્ષ ઉપરાંત થી કોઈ પેમેન્ટ બુકિંગ કરાવનારાઓને પરત ચૂકવ્યું નથી. જયારે રેરાના કાયદા નો સરેઆમ ભંગ કરી ૯ થી ૧૦ વર્ષથી ખંડેર હાલતમાં
આ પ્રોજેક્ટ પડેલો છે અને બ્રોકરોના માધ્યમથી 35% થી 40% એડવાન્સ નાણાં આપનારા વેપારીઓને સમય મર્યાદામાં કામ પૂરું નહીં થાય તો રકમ પરત આપવી પડે છે. એ રકમ આજદિન સુધી નહીં ચૂકવાતા કાયદા મુજબ ગુનો બને છે કારણ કે સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો થયો નથી.
ત્યારે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર એવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી વિપુલ ગણેશવાલા બિલ્ડરોના ખોળે બેઠેલા હોવાથી પ્રોજેક્ટ બંધ હોવા છતાં એ અંગે કોઈ અધિકારીએ સ્થળ તપાસ નહીં કરીને કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી. આ અંગે મળતી માહિતી મુજબ 20 થી 25 દિવસ પહેલા એ જ બંધ પડેલા શિવ શક્તિ પ્રોજેક્ટ ઉપર બાંધકામ શરૂ થયું છે ત્યારે એની ગુણવત્તા ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણકે 9 થી 10 વર્ષથી બંધ પડેલા પ્રોજેક્ટના સળિયા કાટ ખાઈ ગયેલા છે, બાંધકામ નબળું પડી ગયું હોય અને આવા RCC પ્રોજેક્ટનું આયુષ્ય વધારેમાં વધારે 30 થી 35 વર્ષ સુધીનું જ હોય છે. ત્યારે આવા બંધ પ્રોજેક્ટોની તપાસ કર્યા વગર સ્થાનિક કોર્પોરેટરો અને રાજકારણીઓ ના આશીર્વાદથી આવા પ્રોજેક્ટોના ગુણવત્તાની તપાસ થતી
નથી. ઉપરાંત બિલ્ડીંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જ્યારે 35%-40% એડવાન્સ નાણાં આપનારાઓએ જે ગોડાઉનો, દુકાનો બુકિંગ કરાવેલ હોય એ પોતાના વારસદારો માટેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બુકિંગ કરાવાતું હોય છે. એવા સમયે આવા બંધ પડેલા ખંડેર જેવા પ્રોજેકટને દેખાવ પૂરતું કડિયા મજૂરો ધ્વારા બાંધકામ ચાલુ કરાવી એડવાન્સમાં 35%-40% આપનારાઓની આંખોમાં ધૂળ નાંખવાનું આ ષડયંત્ર છે. અહી યાદ અપાવીએ છીએકે, વર્ષો પહેલા રાજા – મહારાજાઓના મહેલો માત્ર પથ્થરોથી બનાવવામાં આવેલા જે આજે પણ અડીખમ છે. ત્યારે આજના આ RCC ના બાંધકામો તકલાદી બનીને સમય કરતાં વહેલા જર્જરિત થઈ જતા હોય છે.
છતાં આવા બંધ પડેલા પ્રોજેકટો અંગે સ્થાનિક કોર્પોરેટરો અને મોટા ગજાના રાજકારણીઓની મિલીભગત અને આશીર્વાદના કારણે કોઈ તપાસ કરવામાં આવતી નથી. એટલું જ નહીં પણ આજ SMC ના અધિકારીઓ અને પદાધિકારીઓના ઇશારે નાના-મોટા પ્રોજેકટો ઉપર બુલડોઝરો ફેરવી દેવાય છે. ત્યારે આવા ૧૦ વર્ષ ઉપરાંતથી ખંડેર થઈ ગયેલા પ્રોજેકટોને બાંધકામની પરમીશન કેવી રીતે આપવામાં આવે છે? જો ન કરે નારાયણ અને આવી જર્જરિત મિલકતો કાલે ઊઠીને કોઈ ગંભીર ઘટના માટે નિમિત બને તો જવાબદારી કોની હશે? અને કોણ જવાબદારી લેશે? આ બાબતે SMC અથવા કલેક્ટરશ્રી જાગૃત બનીને વેપારીઓના હિતમાં આવા બંધ પ્રોજેકટો પોતાના હસ્તક લઈ લે અને એ તમામ પ્રોજેકટો કાયદેસર રીતે પૂરા કરાવીને 35%-40% એડવાન્સ નાણાં આપનારાઓને એમની બુકિંગ કરાવેલી દુકાનો, ગોડાઉનો અપાવે અને એ સાથે જ ડાયરી અને કાચી ચિઠ્ઠીઓની FSL ધ્વારા તપાસ કરાવી બિલ્ડર સહિત બ્રોકરો ઉપર કાયદાનો કોરડો વીંજીને દાખલો બેસાડે એ જ સમયની માંગ છે.





