(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા)સુરત.
સુરત જિલ્લા વાલ્મીકિ સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ કલ્યાણ સમિતિ કૌટુંબીક તકરાર નિવારણ સમિતિ ધ્વારા તા.૦૫/૦૭/૨૦૨૬ ના રોજ નવસારી મુકામે કૌટુંબિક તકરારના પક્ષકારોને રુબરૂ બોલાવી સમાધાનના પ્રયાશો હાથ ધરવામાં આવેલ. જેમાં સારી સફળતા મળેલ છે. અને દશેક જેટલા પક્ષકારો સમિતિના કાર્યોથી સંતોષ અને પ્રભાવિત થયેલ છે. અને તેમની તકરારના નિવારણ માટે સંમત થયા છે એ કાર્યને લક્ષમાં લઈ તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ આઝાદી પર્વના પવિત્ર દિવસે સાંજના ૪:૦૦ કલાકે ન્યુ ઓપેરા હાઉસ ન્યુ સિવિલ ચાર રસ્તા,કિરણ મોટર્સ શો રૂમની બાજુમાં સુરત ખાતે ડી.સી સોલંકી એડવોકેટના પ્રમુખ સ્થાને સમાધાન કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં વાલ્મીકી સમાજના પક્ષકારોની કૌટુંબિક તકરાર હોય તેઓએ હાજર રહેવા
સમિતિના મહામંત્રી કાંતિભાઈ બી. સોલંકીએ વિનંતી કરી છે.





