દિલ્હી હાઇએલર્ટ પર ૧૫ ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું ઈન્ડિયન મુજાહિદ્દીન અને અલ-કાયદાના લોકો સહિત ૧૯ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે૧૫મી ઓગષ્ટને ધ્યાને રાખીને દિલ્હી પોલીસ એક્શન અને એલર્ટ મોડમાં આવી ગઇ છે. સુરક્ષાને ધ્યાને રાખીને દિલ્હીમાં જ ચાંચો બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા જાેવા મળી રહી છે. તેવામાં દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇએલર્ટ નોટિસ પાઠવી છે.દિલ્હી પોલીસે ૧૯ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. જેઓ ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને વિવિધ ખાલિસ્તાની સંગઠનો સાથે જાેડાયેલા છે. પોલીસે જનતાને આ શંકાસ્પદો વિશે માહિતી આપવા અપીલ કરી છે અને સચોટ વિગતો આપનારાઓ માટે ઈનામની જાહેરાત કરી છે.
સ્વતંત્રતા દિવસ નજીક આવતાની સાથે જ દિલ્હી પોલીસે સંભવિત આતંકવાદી ધમકીઓને કારણે સમગ્ર રાજધાનીને હાઈ એલર્ટ પર રાખી છે. સાવચેતીના પગલા તરીકે ૧૯ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર શહેરના મુખ્ય સ્થળો, જાહેર સ્થળો અને વ્યસ્ત બજારોમાં લગાવવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે જાહેર કરેલા પોસ્ટરોમાં ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને વિવિધ ખાલિસ્તાની આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા ખતરનાક શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ અને વિગતો છે.
આ પોસ્ટરોમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલ અને શબંદરી મોહમ્મદ ઇકબાલ (ઉર્ફે ઇકબાલ ભટકલ), તેમજ અલ-કાયદા સાથે જાેડાયેલા મોહમ્મદ શર્જીલ અખ્તર, અબુ સુફિયાન અને સૈયદ મોહમ્મદ અરશિયાન જેવા વ્યક્તિઓ દર્શાવવામાં આવ્યા છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ‘ના રણજીત સિંહ (ઉર્ફે નીતા) અને પરમજીત સિંહ પમ્મા; ‘ખાલિસ્તાન ટાઇગર ફોર્સ‘ના અર્શદીપ સિંહ (ઉર્ફે અર્શ ડલ્લા); અને ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ‘ (BKI)ના હરવિંદર સિંહ સંધુ (ઉર્ફે રિંડા), વાધવા સિંહ બબ્બર અને ગુરમીત સિંહ બગ્ગા જેવા નામોનો સમાવેશ થાય છે.
એ નોંધનીય છે કે દર વર્ષે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની આસપાસના સમયગાળા દરમિયાન દિલ્હી પર આતંકવાદી હુમલાનો ખતરો સૌથી વધુ હોય છે. આને ધ્યાનમાં રાખીને આ વોન્ટેડ આતંકવાદીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેથી નાગરિકો સતર્ક રહે છે અને જાે તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ છે અથવા ઓળખે છે તો તેઓ તાત્કાલિક કોઈપણ માહિતીની જાણ કરી શકે છે.પોલીસે જનતાને અપીલ કરી છે કે જાે આ શંકાસ્પદોમાંથી કોઈ દેખાય અથવા તેમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થાય તો તાત્કાલિક તેમને જાણ કરે. પોસ્ટરમાં પોલીસ કંટ્રોલ રૂમ (૧૧૨) અને સ્પેશિયલ સેલના સંપર્ક નંબરો સૂચિબદ્ધ છે. દિલ્હી પોલીસે એમ પણ જણાવ્યું છે કે સચોટ માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને યોગ્ય ઈનામ આપવામાં આવશે, અને તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.





