કોઈ સાથે ડીનર પર જવું અફેર ન કહેવાય અર્જુન બિજલાનીએ મૌની સાથે અફેરની અફવા નકારી અર્જુન બિજલાનીની ‘ચુંબક સોસાયટી’ ઓટીટી પર ૨૮ ઓગસ્ટથી રજૂ થશે
‘નાગિન’ ટેલિવિઝન શોમાં સાથે કામ કરી જાણીતાં બનેલાં અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે હાલ અફેર ચાલી રહ્યો હોવાના અહેવાલોને ફગાવી દેતાં અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં કોઇની સાથે જવાથી કોઇ અફેર થઇ જતાં નથી.થોડા સમયથી કોઇ બદનામી કરવાના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે તેવો દાવો બિજલાનીએ કર્યાે હતો. અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કરેલાં છે અને તેમને એક પુત્ર અયાન બિજલાની છે.જ્યારે મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. મે ૨૦૨૬માં મૌની અને સૂરજે ચાર વર્ષના લગ્ન બાદ અલગ પડી ગયા હોવાની જાહેરાત કરી હતી.આ પછી મૌની અને અર્જુન અવારનવાર સાથે જાેવા મળતાં બંને ડેટિંગ કરી રહ્યા હોવાની વાતો ચગી હતી.જેને હવે અર્જુન બિજલાનીએ નકારી કાઢી છે. અર્જુન બિજલાનીની ‘ચુંબક સોસાયટી’ ઓટીટી પર ૨૮ ઓગસ્ટથી રજૂ થવાની છે. જ્યારે મૌની છેલ્લે ‘અબ હોગા હિસાબ’ની સિઝન ટુમાં જાેવા મળી હતી.





