પ્રશાંત વર્માની આ ફિલ્મમાં વામિકા શક્તિશાળી પાત્રમાં જાેવા મળશે રિષભ શેટ્ટીની ‘જય હનુમાન’માં વામિકા ગબ્બી જાેવા મળશે ‘જય હનુમાન’ પ્રશાંત વર્માની ૨૦૨૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુ-મેન’ની સિક્વલ છે ૨૦૨૬નું વર્ષ વામિકા ગબ્બી માટે વ્યસ્ત સાબિત થઈ રહ્યું છે. ‘જુબિલી’ ફેમ વામિકાએ વર્ષની શરૂઆત અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ની બોક્સ ઓફિસ સફળતા સાથે કરી હતી. ત્યારબાદ તે ‘પતિ, પત્ની ઔર વો દો’માં જાેવા મળી હતી. હવે તાજેતરમાં રિલીઝ થયેલી તેની તમિલ ફિલ્મ ‘ડીસી: ધ બ્લડી વેલેન્ટાઇન’માં ચંદ્રાના પાત્ર માટે પણ તેનાં વખાણ થયાં છે. હવે તેની કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાયો છે.આ અંગેના અહેવાલો મુજબ વામિકા ગબ્બીને રિષભ શેટ્ટીની આગામી પેન-ઇન્ડિયા પૌરાણિક ફિલ્મ ‘જય હનુમાન’ માટે સાઇન કરવામાં આવી છે. પ્રશાંત વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વામિકા એક મહત્વનું અને શક્તિશાળી પાત્ર ભજવશે. જાેકે, તેનાં પાત્ર અંગેની વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. વામિકા પૌરાણિક કથા, એક્શન અને ભક્તિની આ વિશાળ દુનિયામાં પ્રવેશવા માટે ઉત્સાહિત હોવાનું કહેવાય છે અને ટૂંક સમયમાં ફિલ્મનાં હૈદરાબાદ શીડ્યુલમાં જાેડાશે.‘જય હનુમાન’ પ્રશાંત વર્માની ૨૦૨૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુ-મેન’ની સિક્વલ છે. ‘હનુ-મેન’માં તેજા સજ્જાએ એક એવા નાના ચોરની ભૂમિકા ભજવી હતી, જેને હનુમાન જેવી શક્તિઓ પ્રાપ્ત થાય છે.‘કાંતારા’ ળેન્ચાઇઝીની જબરદસ્ત સફળતા બાદ પેન-ઇન્ડિયા સ્ટાર તરીકે ઉભરી આવેલા રિષભ શેટ્ટી સિક્વલમાં મુખ્ય ભૂમિકા સંભાળશે અને ભગવાન હનુમાનનું પાત્ર ભજવશે. ફિલ્મને કલિયુગ પર આધારિત હાઈ-ઓક્ટેન એક્શન એપિક તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં હનુમાનજીની અડગ ભક્તિ, વફાદારી અને શાશ્વત શક્તિને ઉજાગર કરવામાં આવશે અને તેમને અમર આત્મા તરીકે રજૂ કરવામાં આવશે.પ્રશાંત વર્ણા સિનેમેટિક યુનિવર્સ હેઠળની અન્ય આગામી ફિલ્મોમાં દેવી કાલી પર આધારિત ‘મહાકાળી’ અને ભગવાન ઇન્દ્ર પર આધારિત ‘અધિરા’નો સમાવેશ થાય છે.‘જય હનુમાન’નું શૂટિંગ માર્ચમાં શરૂ થઈ ગયું હતું અને ત્યારથી ફિલ્મનું શૂટિંગ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ફિલ્મને ૨૦૨૭નાં બીજા ભાગમાં રિલીઝ કરવાની યોજના છે.





