નેટફ્લિક્સ પર આવશે ફિલ્મ તાપસી ફિલ્મમાં આંખે પાટા બાંધી ફાઈટ કરશે તાપસી પન્નુના પાત્રને ‘મહાભારત’ માંથી ગાંધારીથી પ્રેરિત આધુનિક અર્થઘટન તરીકે વર્ણવી શકાય છે તાપસી પન્નુ એવી એક્ટ્રેસમાંથી એક છે જે ભલે વર્ષે એક ફિલ્મ કરે પણ તેની અસર ખૂબ મોટી હોય છે. એક આખો એવો વર્ગ છે જે તાપસની એક્ટિંગનો દિવાનો છે. એકથી એક શાનદાર ફિલ્મ કરીને તાપસીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ છાપ છોડી છે. હવે તે એક નવી ફિલ્મમાં જાેવા મળશે. તાપસી હાલમાં તેની ફિલ્મ ‘ગાંધારી’ માટે હેડલાઇન્સમાં છે. ફિલ્મને લઈને હવે એક નવી અપડેટ સામે આવી છે. તાપસી ટૂંક સમયમાં ‘ગાંધારી’ નામની ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ માટે એક્ટ્રેસે ખૂબ જ મહેનત કરી છે, જે એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તાપસીના અભિનયમાં એક્શન સિક્વન્સનો સમાવેશ થાય છે, જે એક્ટ્રેસે કરેલા નોંધપાત્ર પ્રયાસને સ્ક્રિન પર પર્ફેક્ટ કરે છે. ફિલ્મના સૌથી રસપ્રદ પાસાઓમાંનું એક એ છે કે તાપસી આંખો પર પાટા બાંધીને એક્શન સિક્વન્સ કરે છે.આ પ્રકારની ચેલેન્જ લઈને તાપસીએ એક્ટિંગના લેવલને વધુ મોટો સ્કેલ આપી દીધો છે. ફિલ્મ અંગે હવે નવી માહિતી સામે આવી છે. તાપસી પન્નુનું પાત્ર, હકીકતમાં, મહાભારતમાંથી ગાંધારીથી પ્રેરિત છે.”તાપસી પન્નુના પાત્રને ‘મહાભારત’ માંથી ગાંધારીથી પ્રેરિત આધુનિક અર્થઘટન તરીકે વર્ણવી શકાય છે. જેમ ગાંધારી એક સમર્પિત પત્ની અને માતા તરીકે મહાકાવ્યમાં મહત્વપૂર્ણ અને આકર્ષક સ્થાન ધરાવે છે, તેમ તાપસીનું પાત્ર પણ તે જ વ્યક્તિત્વમાંથી પ્રેરણા લે છે. આ ફિલ્મ તેની ભૂમિકા દ્વારા તે કેટલાક વિષયો પર સમકાલીન દ્રષ્ટિકોણ રજૂ કરે તેવી અપેક્ષા છે.તાપસીની ફિલ્મ ગાંધારીના અંગત જીવનમાંથી નોંધપાત્ર પ્રેરણા લે છે. ફિલ્મ વિશેની વિગતો હજુ પણ ઓછી છે, પરંતુ તેને પહેલાથી જ તેના સૌથી રસપ્રદ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, તાપસી આંખે પાટા બાંધીને એક્શન સિક્વન્સ કરે છે. ફિલ્મ વિશે હાલમાં થોડા અપડેટ્સ છે. તે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની તૈયારીમાં છે, જેમાં કનિકા ઢિલ્લોન નિર્માતા તરીકે અને દેવાશીષ માખીજા દિગ્દર્શક તરીકે છે. આ ફિલ્મ કેવા પ્રકારની અસર કરશે તે જાેવાનું બાકી છે.





