WTC પોઇન્ટ્સ ટેબલમાં ૫મા સ્થાને ફેંકાઈ બાંગ્લાદેશની જીતથી ભારતીય ટીમને આંચકો આ જીત સાથે બાંગ્લાદેશની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ૯ વિકેટથી જીતની સાથે બાંગ્લાદેશે WTC પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ઘરમાં પ્રથમવાર ટેસ્ટ મેચ જીતનારી બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં હવે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તો ભારતીય ટીમ ટેબલમાં પાંચમાં સ્થાને ખસી ગઈ છે. બાંગ્લાદેશના હવે ૫ મેચમાં ૩ જીત, ૧ હાર અને ૧ ડ્રોની સાથે ૬૬.૬૭ PCT થઈ ગયા છે. તો ભારતની પાસે ૪૮.૧૫ PCT છે.
જાેકે ટીમ ઈન્ડિયા અત્યારે શ્રીલંકામાં બે મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. જાે તે શ્રીલંકા વિરુદ્ધ ૨-૦થી જીત મેળવે છે તો પોઈન્ટ ટેબલમાં ફેરફાર જાેવા મળશે. બાંગ્લાદેશ સામે મળેલી હાર છતાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. આ સિવાય આફ્રિકાની ટીમ બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.
બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડ્રાર્વિનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૯ વિકેટે ઐતિહાસિક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં આ બાંગ્લાદેશની માત્ર બીજી જીત છે. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશ સામે બેટિંગ અને બોલિંગમાં સાધારણ લાગી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ માત્ર ૧૯૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે ૪૨૬ રન બનાવી ૨૨૮ રનની લીડ મેળવી હતી. તો બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ કેમરૂન ગ્રીનની સદીની મદદથી માત્ર ૨૮૪ રન બનાવી શકી હતી, જેનાથી બાંગ્લાદેશને ૫૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ લક્ષ્યને બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં ૧૪.૨ ઓવરમાં માત્ર ૧ વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. મેચમાં બાંગ્લાદેશ માટે ફાસ્ટ બોલર હસન મહમૂદે કુલ ૯ વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં મેહદી હસન મિરાઝે પણ પાંચ વિકેટ ઝડપી હતી.





