અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગોવિંદા અને સુનિતાએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા ભૂતકાળમાં નીલમ કોઠારીથી લઈને રાની મુખર્જી સુધીના કલાકારો સાથે ગોવિંદાનું નામ જાેડાઈ ચૂક્યું છે બૉલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. બંને પોતાના સંબંધોમાં વધી રહેલી તિરાડના કારણે સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કરી દીધા છે.તાજેતરમાં સુનિતા આહુજાએ અભિનેત્રી રાખી સાવંત સાથેની વાતચીતમાં દાવો કર્યાે હતો કે ગોવિંદા, કોમલ રાની સ્વર્ણકાર સાથે લગ્ન કરવાના હતા અને આ જ કારણે તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો હતો. બીજી તરફ, ગોવિંદાના મેનેજરે આ વાતને ફગાવતા કહ્યું હતું કે એવું કંઈ પણ થવાનું નહોતું. જાેકે, આ આરોપો વચ્ચે ગોવિંદા અને કોમલ રાની ફરી એકવાર સાથે જાેવા મળ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફૉલો કરતાં મામલો વધુ ગરમાયો છે.જાેકે, સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સુનિતા આહુજા ગોવિંદાના એક ફેનપેજને તો ફોલો કરી રહી છે, પરંતુ ગોવિંદા તેમની ફોલોઇંગ લિસ્ટમાંથી ગાયબ છે. તેવી જ રીતે ગોવિંદાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની ફોલોઈંગ લિસ્ટમાં પણ સુનિતા આહુજા જાેવા મળતી નથી. આ પગલું તેણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેઓ પહેલાથી જ એકબીજાને ફોલો નહોતા કરતા, તે અંગે હજુ સ્પષ્ટતા બાકી છે.ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતાએ વર્ષ ૧૯૮૭માં સૂરજની સાક્ષીએ છુપાઈને લગ્ન કર્યા હતા. ગોવિંદાએ પોતાના કરિયર ખાતર ઘણા વર્ષાે સુધી આ લગ્નની વાત છુપાવી રાખી હતી. બંનેના સંબંધોમાં અગાઉ પણ અણબનાવના સમાચાર આવી ચૂક્યા છે. અગાઉ ‘લૉકઅપ’ શો દરમિયાન સુનિતાએ ગોવિંદાના અફેર્સ અંગે ખુલાસા કરીને સૌને ચોંકાવી દીધા હતા. ભૂતકાળમાં નીલમ કોઠારીથી લઈને રાની મુખર્જી સુધીના કલાકારો સાથે ગોવિંદાનું નામ જાેડાઈ ચૂક્યું છે.





