ઘટનાએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો ઇંગ્લેન્ડના એક ફાસ્ટ બોલરને પોલીસ જાહેરમાં બધાની હાથકડી પહેરાવીને ઉઠાવી ગઈ શનિવારે રાત્રે ડર્બીમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ સાથે બનેલી ઘટના અંગે તપાસ ચાલી રહી છે
ઇંગ્લેન્ડના એક ફાસ્ટ બોલરને પોલીસે જાહેરમાં હાથકડી પહેરાવીને ચાહકોની સામેથી જ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. શનિવારે રાત્રે ડર્બીમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ સાથે બનેલી ઘટના અંગે તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક વીડિયોમાં ડરહામના ફાસ્ટ બોલરને પોલીસ અધિકારીઓ હાથકડી પહેરાવીને ક્લબમાંથી લઈ જતા જાેવા મળે છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ રવિવારે જણાવ્યું હતું કે, અમે ગઈકાલે રાત્રે ડર્બીમાં બનેલી એક ઘટનાથી વાકેફ છીએ અને હાલમાં તેની તપાસ કરી રહ્યા છીએ. શક્ય હોય ત્યારે અમે વધુ માહિતી પ્રદાન કરીશું. આવતા અઠવાડિયે લોર્ડ્સમાં યોજાનારી પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ માટે બ્રાઇડન કાર્સ ઇંગ્લેન્ડની ટીમનો ભાગ છે.
પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ માટે બ્રાયડન કાર્સનો સમાવેશ ઇંગ્લેન્ડની ટીમમાં થયો હોવા છતાં તેને રમવાની તક મળી નહોતી. આ તપાસ એવા સમયે થઈ છે જ્યારે ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જાે રૂટે તાજેતરમાં જ દારૂ પીવાની સંસ્કૃતિ અંગેની વિવિધ ઘટનાઓ અને આરોપો બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે સારા રોલ મોડેલ અને શિષ્ટ માનવી બનવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ તાજેતરમાં વિવાદોથી ઘેરાયેલી છે.
જાે રૂટે તાજેતરમાં સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ પોડકાસ્ટ પર કહ્યું હતું કે, કર્ફ્યુ રહેશે નહીં. જાે તમે ઇચ્છો છો કે ખેલાડીઓ મેદાન પર જવાબદારી લે, તો તેમને એવું અનુભવવાની જરૂર છે કે તેઓ મેદાનની બહાર પણ સમજદારીપૂર્વક વર્તન કરી શકે છે અને મજબૂત ર્નિણયો લઈ શકે છે. એક ટીમ તરીકે આપણે આનું સારી રીતે સંચાલન કરવું પડશે અને આંતરિક શિસ્ત જાળવી રાખવી પડશે. સ્ટીફન ફ્લેમિંગ અને મારા બંને માટે આનું વિવિધ રીતે સંચાલન કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ આખરે, ખેલાડીઓ સમજદાર છે. તેઓ જાણે છે કે ઇંગ્લેન્ડ માટે રમવા માટે શું જરૂરી છે, અને તેઓ મેદાનની બહાર તેમની જવાબદારીઓ સમજે છે.
આ વર્ષના જૂનમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સે ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન સાથે મળીને ટીમ પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. પરિણામે, બંનેને ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યા હતા. બાદમાં બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જ્યારે બ્રેન્ડન મેક્કુલમને ટેસ્ટ કોચ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ઈઝ્રમ્એ પુષ્ટિ કરી નથી કે બ્રાઇડન કાર્સ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં રહેશે કે નહીં.





