તેણે સગાઈની તસવીરો પણ શેર કરી ટીવી એક્ટર મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કાર્તિક એટલે કે એક્ટર મોહસિન ખાને સોશિયલ મીડિયા પર સગાઈનું અનાઉન્સ કરી છે ટીવીના લોકપ્રિય શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કાર્તિકે એટલે કે મોહસિન ખાને પોતાની સગાઈની ઘોષણા કરી છે. એક્ટર મોહસિન ખાને શનિવારે અચાનક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ફોટો શેર કર્યા અને પોતાના ફેન્સને આ ગુડ ન્યુઝ આપી. મોહસિન ખાને તેની સગાઈની જાહેરાત કરવાની સાથે જ સગાઈના સેલિબ્રેશનના ફોટો પણ શેર કર્યા છે. મોહસિન ખાને જેની સાથે સગાઈ કરી છે તેનું નામ તમન્ના છે.
એક્ટર મોહસિન ખાને Instagram પર તેની સગાઈના ફંકશનની તસવીરો શેર કરી છે. જેમાં મોહસિન ખાન બ્લેક ટક્સિડોમાં જાેવા મળે છે જ્યારે તેની સાથે તમન્ના રેડ ગાઉનમાં દેખાય છે.
એક તસવીરમાં તમન્ના પોતાના હાથમાં પહેરેલી ઓવલ કટ ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગ દેખાડે છે. તસવીરો જાેઈને લાગે છે કે મોહસિન ખાનની સગાઈ ભારતમાં નથી થઈ. તમન્ના પણ ભારતની રહેવાસી નથી.
જાેકે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. પરંતુ એટલે જાણકારી મળી છે કે તમન્ના ટીવી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી નથી. મોહસિન ખાને તમન્ના માટે જે પોસ્ટ લખી છે તેમાં તેણે એવું લખ્યું છે કે તમન્ના સાથે તેને પહેલી નજરમાં પ્રેમ થયો હતો. મોહસિન ખાન તમન્નાને કેવી રીતે મળ્યો અને તેમના રિલેશનશિપની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી
મોહસિન ખાને તમન્ના સાથેના પોતાના સંબંધોને પ્રાઇવેટ રાખ્યા હતા. મોહસિન ખાને તમન્ના સાથેની તસવીરો શેર કરીને પોતાના ફેન્સને પણ સરપ્રાઈઝ કરી દીધા છે. લોકો હવે એ જાણવા આતુર છે કે તમન્ના કોણ છે. જાેકે તસવીરોમાં તમન્ના ટીવી એક્ટ્રેસને ટક્કર મારે તેવી સુંદર દેખાય છે, તેની સુંદરતાના પણ લોકો વખાણ કરી રહ્યા છે.. મોહસિન ખાનની આ પોસ્ટ પર ટીવી સ્ટાર પણ કોમેન્ટ કરીને તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.





