જિમમાંથી નીકળતા જ બદમાશોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ફેમ એક્ટર અંકિત બાલિયાનની હત્યા પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારીને સ્થાનિક લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શામલી કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.સાંજના સમયે અંકિત બાલિયાન જિમમાં ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા જ કેટલાક બદમાશોએ તેમના પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સતત ગોળીઓ વાગવાને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ કલાકારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તપાસ કરીને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારીને સ્થાનિક લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે.મૃતક કલાકાર હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા. તેઓ પોતાના જાણીતા ગીત ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ દ્વારા ભારે લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા. વર્ષ ૨૦૨૩ માં શામલી ખાતે યોજાયેલા તેમના રોડ શોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેઓ મૂળ શામલીના બંતીખેડા ગામના રહેવાસી હતા.મળતી માહિતી અનુસાર, તેઓ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા. આ અચાનક થયેલી હત્યા પાછળ અંગત અદાવત કે કોઈ અન્ય કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.હુમલાખોરોની ભાળ મેળવવા માટે પોલીસે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. તપાસ ટીમ એ બાબત પણ ચકાસી રહી છે કે ઘટના પહેલાં કઈ-કઈ ગતિવિધિઓ થઈ હતી અને હત્યારાઓ કયા રસ્તેથી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થશે.





