શૂટિંગ ઝપાટાભેર આટોપવા માટે ર્નિદેશ ગોલમાલ ફાઈવ આવતા માર્ચમાં રજૂ કરવાનું ટાર્ગેટ ‘ગોલમાલ ફાઇવ’માં ટોચના સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જાેશી મહત્વની ભૂમિકામાં જાેવા મળશે અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જાેશીને ચમકાવતી કોમેડી ળેન્ચાઇઝી ‘ગોલમાલ’નો પાંચમો ભાગ ૨૬ માર્ચ ૨૦૨૭ના દિવસે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. ગુડ ળાઇડેની રજાઓનો લાભ મેળવવા માટે આ રીલિઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ માટે ર્નિદેશક રોહિત શેટ્ટીએ ઝપાટાભેર શૂટિંગ આટોપવા માટે તૈયારીઓ આદરી છે. પારિવારિક કોમેડી ફિલ્મને રજૂ કરવા માટે લોંગ વીક એન્ડ પસંદ કરવામાં આવે છે. જેથી રિપિટ દર્શકો મળી રહે. કોમેડી ‘ગોલમાલ’ ળેન્ચાઇઝી સૌથી સફળ પુરવાર થઇ છે. તેને તમામ પ્રકારના દર્શકોએ પસંદ કરી છે. ‘ગોલમાલ ફાઇવ’માં ટોચના સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જાેશી મહત્વની ભૂમિકામાં જાેવા મળશે અક્ષય કુમારની ગયા વર્ષે બે કોમેડી ફિલ્મો ‘હાઉસ ફૂલ’ અને ‘જાેલી એલએલબી થ્રી’ આવી હતી.અક્ષય અને અજયની મોટાભાગની કોેમડી ફિલ્મો સફળ રહી હોવાથી રોહિત શેટ્ટીને આ ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફાેર્મન્સ પર બહુ આશા છે.





