કંગના અને રાહુલ પણ સામસામે આવી ગયાં હતાં ક્રિતીની વિવાદાસ્પદ એડ આખરે પાછી ખેંચી લેવાઈ કંપનીએ આ એડથી કોઈની લાગણી ઘવાઈ હોય તો તે માટે જાહેર માફી પણ માગી હતી મુંબઈ : ક્રિતી સેનોને રક્ષાબંધન જ્વેલરીની એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરી કામ કરતાં મોટો વિવાદ થવાને પગલે જ્વેલરી બ્રાન્ડે તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી આ એડ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.કંપનીએ આ એડથી કોઈની લાગણી ઘવાઈ હોય તો તે માટે જાહેર માફી પણ માગી હતી.નેટયૂઝર્સએ આ એડ માટે ક્રિતીની આકરી ઝાટકણી કાઢી હતી.એકટ્રેસ અને સાંસદ કંગના રણૌતે પણ ક્રિતીની ટીકા કરતાં કહ્યું હતું કે ભારતીય મહિલાઓ પાસે અનેક પ્રકારના પોશાક ઉપલબ્ધ હોય છે ત્યારે આવા ઉઘાડાં વસ્ત્રોમાં જ તહેવારની એડ બનાવવાની જરાય જરુર ન હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ ક્રિતીનો બચાવ કરતાં કહ્યું હતું કે કોઈ સ્ત્રીની વસ્ત્રોની ચોઈસ તેની પોતાની હોવી જાેઈએ અને તેના પર બંધનો લાદવાં એ પુરુષસત્તાક સમાજની નિશાની છે.ક્રિતીની બહેન નુપૂર સહિત કેટલાય ચાહકોએ પણ આ એડનો બચાવ કર્યાે હતો.રક્ષાબંધન જ્વેલરીની એડમાં ક્રિતી સેનોને તેના ભાઇને રાખડી બાંધતી દેખાય છે.પણ પરંપરાગત પહેરવેશને બદલે બ્રા જેવી વેશભૂષા ક્રિતીએ રક્ષાબંધનના તહેવારમાં પહેરી હોઇ નેટીઝન્સ વીફર્યા હતા. હવે આ એડ તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચાતાં વિવાદ થાળે પડે તેવી સંભાવના છે.





