આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર મુદ્દા પર પોલીસ પ્રશાસન અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ ગુજરા
તના લોકો દારૂના વેચાણ અને દારૂ પીવાથી લોકો ત્રાહિમામ છે અને લોકો મરી રહ્યા છે. તમે ફાંકા ફોજદારી કરો છો કે “જે વિસ્તારમાંથી દારૂ પકડાશે, તેના પી.આઇ. અને પીએસઆઇને સસ્પેન્ડ કરીશું.” માત્ર વાતો કરીને તમે જનતા સમક્ષ ઉઘાડા પડી ગયા છો. આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા વરાછા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી અને પોલીસને બોલાવવામાં આવી. છતાં પણ પોલીસ હરકતમાં આવી નથી અને હવે જોઈએ છે કે હર્ષ સંઘવી વરાછા પોલીસ સ્ટેશનના કેટલા પોલીસવાળા લોકોને સસ્પેન્ડ કરે છે?
વધુ આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, વરાછા રોડ પર હોટફિક્સનો જે કચરો છે એના ઢગલા લાગી ગયા છે, જેનાથી લોકો ત્રાહિમામ છે. જ્યારે આમ આદમી પાર્ટીના લોકો આ કચરો ઉઠાવીને મેયરના ઘરે લઈ ગયા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેન કરીને, કલમ દાખલ કરવાનું અને જેલમાં મોકલવાનું કામ સિંઘમ પોલીસવાળાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં લોકોના પ્રશ્નોના સમાધાન માટે અવાજ ઉઠાવવો એ ગુનો છે અને ગુજરાતમાં લોકતંત્ર મરી પરવાર્યું છે કારણ કે આવા લોકો સત્તામાં બેઠા છે. એ લોકોને ડર છે કે જો કોઈ અવાજ ઉઠાવશે તો એમનું કંઇ લૂંટાઈ જવાનું છે, એટલા માટે આ લોકો આમ આદમી પાર્ટી પર કાર્યવાહી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ભાજપની પોલીસથી કે કોઈ કલમથી ડરતી નથી. તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરુદ્ધ કલમો દાખલ કરી રહ્યા છો પરંતુ હવે જોવાનું એ છે કે વરાછા પોલીસ સ્ટેશનના સ્ટાફ પર હર્ષ સંઘવી ક્યારે એક્શન લે છે? અમે દારૂના અડ્ડા પર રેડ પાડીને બતાવી રહ્યા છીએ કે આ વિસ્તારમાં દારૂ વેચાય છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને આ દારૂડિયાઓના ત્રાસના કારણે બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. ત્યારે તમે દારૂડિયાઓ, બુટલેગરો અને પોલીસવાળા ઉપર એક્શન લેવાને બદલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એક્શન લઈ રહ્યા છો. લોકો જોઈ રહ્યા છે અને તમારા પાપોનો ઘડો ભરાઈ રહ્યો છે. ગુજરાતની જનતા તમને સજા કરશે.





