(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો કરોડો રૂપિયાનો દારૂ વેચતો હોય અને એના સેવનથી લોકો મોતના મુખમાં ધકેલાતા હોય ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં કયાય મૌખિક કે લેખિત લખ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી કરવી? ગાંધી ના ગુજરાતમાં જ્યારે ખુલ્લે આમ દારૂબંધીના ધજીયા ઉડતા હોય અને દારૂના કારણે વારંવાર મૃત્યુના બનાવો બની ગુજરાત દેશભરમાં ચર્ચાનો વિષય બની જતું હોય છે ત્યારે સવાલ એ થાય છે કે દારૂબંધી નાબૂદ કરવામાં આવે તો કોને નુકશાન થાય? એ પણ મોટો સવાલ છે. એમાં સૌ પ્રથમ તો રાજકીય નેતાઓની અને પોલીસ અધિકારીઓની અઢળક આવક બંધ થાય ,હપ્તા બંધ થઈ જાય અન્ય બુટલેગરોને અપાતી વર્ધી (એટલે જોઈતી વસ્તુઓ બુટલેગર પાસે મંગાવવી અથવા રોકડી રકમ લેવી) બંધ થતાં એના કારણે વારંવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ કરી ગુજરાતમાં જન્મેલા ગુજરાતના પનોતા પુત્ર એવા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામની આડમાં આ દારૂબંધીનો ખેલ ચાલી રહ્યો છે.
જો આ ધંધો બંધ થઈ જાય તો રાજકારણી નેતાઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટની ઉપલી આવક બંધ થતાં ધંધો શું કરવો?કોની પાસેથી પોતાની જરૂરિયાતો પૂરી કરાવવી? કોની પાસે હપ્તા લેવા? એ સવાલ પેદા થતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામથી ચરી ખાવાનો ખેલ ચાલી રહ્યો છે. સને ૧૯૬૦ પહેલા ગુજરાત મહારાષ્ટ્ર એક હતું ત્યારે કોઈ દારૂબંધી કે રોકટોક ના હતી. ત્યારે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પનોતા પુત્ર ન હતા? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પનોતા પુત્ર છે એનો ગુજરાતની જનતા ગર્વ લે છે. રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના નામનો દારૂની પાબંધી બાબતે ખોટો દૂર ઉપયોગ કરવામાં આવે છે. ૧૯૬૦ પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્મકથામાં કયાય લેખિત કે મૌખિક ઉલ્લેખ નથી કે ગુજરાતમાં દારૂબંધી કરવી જ હોય તો સરકાર મીડિયા સમક્ષ પ્રકાશિત કરે.
આમ જનતાને ગુમરાહ કરવાનો કોઈ અર્થ ખરો? જ્યારે આંદોલનો ચાલુ હતા ત્યારે પણ લોકો દારૂ પીતા હતા. ઉપરાંત મિલેટરીમાં સૈનિકોને પણ દારૂ આપવામાં આવતો જ હોય છે. સૈનિકો ને સરકાર દારૂ આપતી હોય છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે ઢોલ પીટવાનો શું ફાયદો?
જ્યારે અન્ય રાજ્યોમાં દારૂ છૂટ હોવાના કારણે ગુજરાતમાં દારૂ બંધી રખવાનું આ જ કારણ છે કે નેતાઓ, રાજકારણીઓ અને પોલીસોને હપ્તા મળે એમાંથી આલીશાન બંગલા, લક્ઝુરિયસ ગાડીઓ, પોતાના લાડકવાયા છોકરાઓને વિદેશમાં ભણાવવા એ સાથે ચૂંટણીઓ આવતા દારૂવાળાઓ પાસેથી ચૂંટણી ફંડ, વાર તહેવારે પોલીસ ડિપાર્ટમેન્ટ ને સાચવવા અને અધિકારીઓ, નેતાઓના દીકરા-દીકરીઓના લગ્ન હોય ત્યારે જવેલર્સને ત્યાંથી દાગીના ખરીદવા હોય કે મોંઘા કપડાં લેવાના હોય કે અન્ય શોપિંગ કરવાની હોય ત્યારે તેઓ સીધા બુટલેગરો ને પોતાના કેશિયરોને મોકલી વહીવટ કરવાની જાણ કરી દેતા હોય છે અને વહીવટદારો ધ્વારા બુલેગરોને જણાવી દેવામાં આવે છે કે સાહેબો ધ્વારા આ વર્ધી આપવામાં આવી છે જે તમારે પૂરી કરવાની હોય છે.
આ બધુ જોતા અને જો આમને આમ ચાલતું રહેશે તો ગુજરાતમાં દારૂબંધી દૂર કરવા એકમાત્ર સપનું બની રહેશે. અને નકલી દારૂ વેચાતો રહેશે અને લઠ્ઠાકાંડ સર્જાતો રહેશે સાથે નિર્દોષ લોકો મરણ પામતા રહેશે અને બુટલેગરો, અધિકારીઓ અને રાજનેતાઓ માલેતુજારો બનતા રહેશે. જ્યાં માત્રને માત્ર પૈસાને જ પ્રેમ કરાતો હોય ત્યાં માનવીની જિંદગીનું શું વિસાત? અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રીના રાજમાં જ્યાં ગુજરાતનું છેવાડાનું કોઈ ગામ બાકી ના હોય કે જ્યાં દેશી વિદેશી દારૂ કે નશીલા પદાર્થો નહીં વેચાતા હોય?





