(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
સુરતના પરવત પાટીયા, પુણા કુંભારીયા રોડ ઉપર આજથી દસેક વર્ષ પહેલા ઉભી કરાયેલી શિવશક્તિ માર્કેટ આજે જ્યારે ખંડેર બનીને ઉભેલી છે ત્યારે એની ઉપર હાલમાં જોર શોર થી ચાલી રહેલા હાઈરાઇઝ શિવશક્તિ માર્કેટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે છેલ્લા દસ દસ વર્ષથી જે શિવશક્તિ માર્કેટ બંધ પડી ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ હોય અને એકાએક સફાળા જાગેલા બિલ્ડરોએ દામોદર કચ્છીએ ભુપત પોપટ ઠક્કર,પિનલ ઠક્કર દ્વારા બાંધકામ ચાલુ કરી દેવાતું હોય ત્યારે સુરત મ.ન.પા ના શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ અને લિંબાયત ઝોનના અધિકારીઓની બેજવાબદારી આંખે ઊડીને વળગી રહી છે. જે બિલ્ડરોએ ૧૦ વર્ષ પહેલા ૩૫%-૪૦% રકમ એડવાન્સ પેટે લઈને આજદિન સુધી ઘોર નિન્દ્રામાં સૂઈ રહેલા એ બિલ્ડરો એકાએક જ કેમ જાગેલા? અને જે માર્કેટ છેલ્લા દસ વર્ષ ઉપરાંત થી ખંડેર હાલતમાં હતી ત્યારે લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેરે સ્થળ નિરીક્ષણ કર્યું જ નથી ? કે જ્યારે હવે આ ખંડેર બિલ્ડીંગ ઉપર સ્લેબ ભરાઈ માળ ખેંચાતો હોય ત્યારે સદર શિવ શક્તિ માર્કેટ માં જે લોકો એ આજથી દસ વર્ષ પહેલાં જે બુકીંગ કરાવેલું એ દુકાનો, ગોડાઉનો ની ગુણવત્તા ઉપર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.જે શિવશક્તિ માર્કેટ જ્યારે દસ વર્ષ થી બંધ પડેલી હોય એના સળિયા કાટ ખાઈ ગયેલા હોય, બાંધકામ નબળું પડી ગયું હોય અને RCC પ્રોજેક્ટ નું આયુષ્ય વધારે માં વધારે ૩૦ થી ૩૫ વર્ષ સુધીનું જ હોય છે.
ત્યારે આવા બંધ પ્રોજેક્ટો ની તપાસ કર્યા વગર સ્થાનિક કોર્પોરેટરો અને રાજકારણીઓના આશીર્વાદથી આવા પ્રોજેકટોની ગુણવત્તાની તપાસ થતી નહીં હોવાથી આવી માર્કેટના સ્ટેબિલિટી સર્ટીફીકેટ માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
હવે જ્યારે ૩૫% થી ૪૦% એડવાન્સમાં આપનારાઓની આંખો માં ધૂળ નાંખી બેવકૂફ બનાવવાના ભાગ રૂપે જર્જરીત ઇમારત ઉપર કરાઈ રહેલું બાંધકામ પણ જોખમકારક છે. કારણ કે દસ વર્ષ દરમ્યાન ના ચોમાસાઓમાં વરસેલા વરસાદ થી ઇમારતના પાયા માં ભરાયેલા પાણી ને કારણે નબળા પડી ગયેલા પાયા, કાટ ખાઈ ગયેલા સળિયા, નબળું પડી ગયેલું બાંધકામ હોવા છતાં એની ઉપર થઈ રહેલું બાંધકામ ભવિષ્ય માટે દુકાનો, ગોડાઉનો લેનારાઓ માટે જોખમકારક તો છે જ પરંતુ ના કરે નારાયણ અને સુરત ખાતે જો દિલ્હીના મોતીબાગ-સત્ય નિકેતન વિસ્તારમાં બનેલી પાંચ મજલી ઇમારત જે અગાઉ ૩૦ વર્ષ પહેલા બનેલી એ એકાએક તૂટી પડતાં જે નિર્દોષ વિદ્યાર્થીઓના મોત જેવી ગંભીર ઘટના બની છે એ પણ જ્યારે માલિક બંસલની બેદરકારીને કારણે ત્યારે શિવશક્તિ માર્કેટમાં પણ જો આ દિલ્હી જેવી ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે? જે અધિકારીઓના સમયમાં આ ભ્રષ્ટાચાર રૂપી શિવશક્તિ માર્કેટ ઉભી થઇ રહી છે એ અધિકારીઓ ભવિષ્યમાં નોકરી પર હશે કે રીટાયર્ડ થઇ ગયા હશે કે પછી પ્રભુ ને પ્યારા થઇ ગયા હશે? એ તો ઉપરવાળો જાણે પણ આવી ગંભીર ઘટના જો બને તો જવાબદારી માટે ખરેખર કોને જવાબદાર ગણવા? એ મોટો સવાલ ઉભો થશે ત્યારે જવાબ કોણ આપશે?
આવી ગંભીર બાબત હોવા છતાં સુરત મ.ન.પા તથા લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા RTI ૨૦૦૫ ના નિયમ મુજબ જ્યારે માહિતી માંગવામાં આવે છે ત્યારે બ્લોક નંબર અને સર્વે નંબર લાવો કહીને RTIની અરજીને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા છે.એ જોતા એટલું જ ચોક્કસ છે કે આટલી મોટી શિવશક્તિ માર્કેટ ઉભી થઈ ને બંધ હાલતમાં ખંડેર બની ગઈ ત્યાં સુધી અધિકારીઓ ઊંઘતા રહ્યા હતા?
કે જ્યારે RTI કરવામાં આવે છે ત્યારે અરજીકર્તા પાસે બ્લોક નંબર અને સર્વે નંબર માંગી અધિકારીઓ હાલમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે એમ કહેવું ખોટું તો નથી જ. રેરાના અધિકારીઓએ અને સુરત મ.ન.પા ના અધિકારીઓએ રેરા ના કાયદાનો ભંગ થયેલ છે કેમ તેની ખાતરી કરી હાલ તાત્કાલિક આ શિવશક્તિ માર્કેટનું કામ બંધ કરાવું જોઈએ.




